________________
ર૪૩
શ્રી આદીશ્વર શાતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્રભુ, એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી હે વિભુ; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એવા ગૌતમ સ્વામી લબ્ધિ ભરીઆ, આપ સદા સન્મતિ. ૨૭ ઈમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભાવ પાવે; જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. ૨૮ ઉત્સવ રંગ વધામણા, પ્રભુ પાર્શ્વને નામે કલ્યાણક મહોત્સવ કીયા, ચડતે પરિણામે; શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં, નવી રાખું ખામી; સાચી ભક્તિ સાહિબા, રીઝે એક વેળા શ્રી શુભવીર હવે સદા, મનવાંછિત મેળા. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તે માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદય રતનની વાણી. ૩૦
શ્રી પાર્શ્વનાથ પ્રભુની લાવણી. તું અકલંકી રૂપ સરૂપી, પરમાનંદ પદ તું દાયી; તું શંકર બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ તું નિરમાયી. ૩૧ અનુપમ રૂપ દેખી તુજ રીઝે, સુરનર નારી કે વૃંદા; નમે નિરંજન ફણપતિસેવિત, પાસગડીચા સુખકદા. ૩૨ કાને કુંડલ શિર છત્ર બિરાજે, ચક્ષુ ટીકા નિરધારી; અષ્ટ બિરૂ હાથ સહિએ, તુમ વદે સહુ નરનારી. ૩૩ અગ્નિ કાષ્ટસે સર્પ નિકાલ્યા, મંત્ર સુણાવ્યા બહુ ભારી; પૂર્વ જન્મકા વૈર ખેલાયા, જળ વરસાવ્યા શિરધારી. ૩૪