________________
પપ
અદ્દભૂત દશા? કેવી અભિન્ન દશા ? સંવત્સરી પર્વના પવિત્ર દિવસે કલ્યાણના માટે હતા, તેમાં પણ કેટલાક દુર્ભવી, બહુલકમ આત્માઓ તે જે તિથિ કલ્યાણને માટે હતી, તેને કદાગ્રહ તથા કલેશને માટે કરી બેઠા છે. તે પવિત્ર દિવસે વૈર વિધ, કષાયને ક્ષય કરવાને પરમાત્માની આજ્ઞા હતી, તે દિવસે એક કહે-“ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરવી અને બીજે કહે ૫ ની કરવી. એક કહે–અધિક માસ હોય તો પ્રથમ માસમાં કરવી અને બીજે કહે કે-બીજા માસમાં કરવી. અહા ! કેવી અધમ પ્રવૃત્તિ ? જે દૂધ મોજુદ હશે તે તપેલાથી પણ દુધપાક થશે અને માટીના વાસણથી પણ દુધપાક થશે, પણ દુધ નહિ હોય તે તપેલાને તથા માટલાનો કદાગ્રહ રાખવાથી દુધપાક કદાપિ થશે નહિ. તેમ વૈર-વિરોધનો ત્યાગ કરી સર્વ જીવાત્મા પ્રત્યે આત્મભાવ-દશા જાગી તે ગમે તે માસમાં અને ગમે તે તિથિએ પ્રતિક્રમણ કરતાં પાપનિવૃત્તિ અને આત્મકલ્યાણ થશે. પણ તેવી દશા ન જાગી તો ચોથ પાંચમ કે સાતમના કટાસણુ તથા મુહપત્તીઓ ફેરવી ફેરવી સેંકડો ફાડી નાંખવાથી પણ કલ્યાણ તે થશે નહિ, પરંતુ વૈર-વિરોધ વધારી સંસારની વૃદ્ધિ થશે. ચોથ પાંચમના ઝઘડા કરી બિચારા પોતે (ધર્મગુરૂઓ) તે ભારેકમ બને છે, પણ સંપ્રદાયમેહથી અંધ બનેલા અનેક જીવાત્માઓને કલેશ કછુઆ કરાવી અને છાપાએમાં એક બીજાની નિંદા કરી અનંતસંસારી બનાવે છે. કેટલાક મૂર્ખ આત્માઓ એ પ્રશ્ન કરે છે કે-“શાસ્ત્રમાં શું સાચું છે? ચોથ સાચી કે પાંચમ સાચી ?” કહે, આવી વાતને ક્યાંય પણ નિર્ણય થાય ખરે? આવા પ્રશ્ન કરનારને પૂછે કે તપેલું સાચું કે માટલું સાચું ? વા કડાયું સાચું ? શું કહેશે, જે દુધ હશે તે તપેલું કે માટલું બધાં સાચાં, નહિ તે બધાં ખોટાં છે. તેમ દિગંબર હો કે શ્વેતાંબર છે, જેના હે કે અન્ય હે, સાંખ્ય, બૌદ્ધ વિગેરે ગમે તે હે, એથની સંવત્સરી કરનાર છે કે પાંચમની કરનાર છે, પ્રથમ માસમાં કરે કે બીજા માસમાં કરે, પણ “માવમાવિશ્વપા મોહં 7 સંદેહો” જેને આત્મા સમભાવદશાને પામે તેજ ક્ષે જશે. આવી દશા પ્રાપ્ત કરનાર ગમે તે સાધનથી, ગમે-તે તિથિએ પ્રતિક્રમણ કરે તે સાચે છે, પણ સમભાવદશાના લક્ષ્યને ભૂલી જઈને કલેશ, કજીઆ તથા વૈર-વિરોધ વધારનાર એથની કે પાંચમની ગમે ત્યારે સંવત્સરી કરે, પણ તે
ટા છે, મિથ્યાત્વી છે, પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ છે. પરમાર્થ સ્વરૂપ તથા પ્રભુની આજ્ઞા–તે તિથિમાં કે કટાસણા ફેરવવામાં કે તિથિના નિમિત્તે ઝગડા કરવામાં નથી, પણ અંતરની વિશુદ્ધિમાં છે. અંતરની વિશુદ્ધિ થઈ તે પછી બધી તિથિએ સાચી છે, નહિ તે બધી ખાટી છે.