________________
ચોથે ગુણ સ્થાનકે છે, તે સમ્યવરૂપ લગ્ન થયા વિના પાંચમાં ગુણસ્થાનક ના વૃતાદિક રૂપ છોકરાં ઉત્પન્ન કરનાર પણ શુષ્ક ધર્મ શિવાય બીજું કરતા નથી, એમ કેમ ન કહેવાય ? કહેવાય છે. વળી ક્યાં જવું છે? અને શા માટે જવું છે ? તેના લય વિના બેફામપણે જેમ ફાવે તેમ ચાલનારને મૂજ કહીશું. તેમાં શું કરવું છે ? શા માટે કરવું છે? તેના લક્ષ્ય વિના પ્રવૃત્તિ કરનાર પણ અજ્ઞાની જ છે. અહીં કે ઈ આ શંકા કરશે કે–અમને લય કેમ નથી ? કલ્યાણ વા મોક્ષ માટે કરીએ છીએ. તે તેને સમજવાનું કે--કલ્યાણ તે શું અને તે કેમ થાય? તેને અનુક્રમ જાણ્યા વિના જે થાય છે, તેથી જ આત્મા તથા સમાજની અધોગતિ થાય છે. કારણ કાર્યનો ભાવ અનુક્રમે હોય, ત્યારે જ કાર્યને પામી શકે છે. સાતમી ચોપડી ભણવાનું કારણ પાછળની છએ ચોપડીઓ નથી, પણ એકજ છકી છે. ઉપરની પાંચ તો પરંપરા કારણ છે. પહેલી ચોપડી બીજીનું કારણ, બીજી ત્રીજીનું કારણ એમ અનુક્રમે કારણ કાર્ય ક્રમ ચાલે છે, તેમ સામાયિકાદિ બધા સાધનનું કાર્ય મેલ નથી, પણ સામાયિકનું કાર્ય સમભાવદશા, પ્રતિ ક્રમણનું કાર્ય પાપ તથા દોષની નિવૃત્તિ, પ્રથમ ગુણસ્થાનકનું કાર્ય બીજા ત્રીજા અને ચોથાનું કાર્ય પાંચમું-એમ અનુક્રમે મોક્ષદશા કાર્યપણાને પામે છે.
એક માણસ હાથમાં ઉઘાડી તરવાર લઈ ક્રોધના પૂર્ણ આવેશમાં કોઈને મારવા જતો હતો. રસ્તામાં તેનો મિત્ર મળ્યો. તેણે પૂછયું કે–“ભાઈ ! આટલા બધા જાસાથી ઉઘાડી તરવાર લઈ ક્યાં જાઓ છો ? કેને મારવા વિચાર રાખ્યો છે ? ” ઉત્તરમાં તેણે કહ્યું કે મારો એક કટ્ટો શત્રુ છે, તે અમુક રથળે છે, તેને મારવા જાઉં છું.” ત્યારે તેના મિત્રે કહ્યું કે-ઠીક છે. “કુછયા યુઝનના ” એ વાક્યાનુસાર દુને શિક્ષા આપવી તે ઉચિત છે. પણ જેને જાનથી મારી નાખવા તૈયાર થયા તે શત્રુ કોણ છે ? તેણે તમારું શું બગાડયું છે?” મારવા જનારે કહ્યું–તેણે મારું ઘણુંજ બગાડયું છે.” “તેનું નામ શું ? ” “ખબર નથી.” “અસ્તુ, હરકત નહિ ભાઈ ! નામની ખબર નથી તો ફિકર નહિ, પણ જે શત્રને મારવા જાઓ છો, તે કેવો છે તે તમે જાણો છો? તે જાડે છે કે પાતળો? કાળો છે કે રૂપાળો ? ઉંચો છે કે નીચે ? તેની કાંઈ પણ ખબર છે ? ” મારનારે કહ્યું–“ના, તે ઉંચેક નીચે, વા જાડો કે પાતળો તેની કાંઈ ખબર નથી, પણ મારવા જાઉં છું ” આ સાંભળતાં તેના મિત્રે કહ્યું-મૂ! શત્રુ કોણ?કે છે? તેની ખબર નથી, છતાં મારવા જાય છે, તે શત્રુને સ્થાને ક્યાંક મિત્ર મરાઈ ન જાય. શત્રુને જાણ્યા