________________
માની અધર્મમાંજ જીવન વ્યતીત કર્યા છતાં ધર્મને ડેળ કરી ટૅગ કરે છે, એ સુજ્ઞ જીવાત્મા સુગમતાથી સમજી શકે તેમ છે. પ્રથમ ચોપડી ભણ્યા વિના તથા તેમાં પાસ થયા વિના બીજ રોપડી ભણવાનું બને નહિ, તે પછી સાતમી
પડી ભણવાનું તે બનેજ ક્યાંથી ? છતાં પહેલી ચોપડી ભણ્યા વિના સાતમી પડી ભણનારને આપણે મૂર્ખ કહીશું. તે પ્રથમ ગુણસ્થાનકના ગુણે મેળવ્યા વિના, ચોથા ગુણસ્થાનકની આત્મજ્ઞાન-દશા પ્રાપ્ત કર્યા વિના તેમજ પ્રથમના આઠ વતની દશા પામ્યા વિના પાંચમા ગુણસ્થાનકના નવમા સામાયિકવ્રતની ક્રિયા કરનાર મહાવીર પ્રભુના માર્ગને સમજ્યા જ નથી-એમ નિઃશંકતાથી કહી શકું છું. સામાયિકાદિ ક્રિયાઓ-તે સદાચાર નથી, પણ તેનાથી જે સમભાવ વિગેરે આત્મગુણે પ્રગટ થાય અને તે ગુણે સહિત સલ્કિયા કરે–તેને સદાચાર કહે છે. આવા મહાન સદાચાર આજે છોકરાની ઢીંગલા ઢીંગલી રમવાની રમતો જેવા થઈ પડ્યા છે. અને “પુરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા” ના રાજ્ય જેવી એકજ પ્રવાહ બધાને ચલાવવાની દશા થઈ પડી છે. અર્થાત આઠ કે દશ વરસને છોકરે વા છોકરી, તેને સામાયિક, પ્રતિક્રમણાદિ, વિશ વરસના કે કુંવારાને તે અને પરણેલાને પણ તે, ત્રીશ કે ચાલીશ વરસના યુવાનને પણ તે અને ૫૦-૬૦ કે ૭૦ વરસની વૃદ્ધાવસ્થાએ પહોંચેલાને પણ સામાયિકાદિ બે–ચાર ક્રિયાઓ ગણી કહાડી છે, તે જ કરવામાં ધર્મ અને કલ્યાણની પૂર્ણાહુતિ વા સમાવેશ થઈ જતો હોય તેવું જણાય છે. નિશાળમાં પણ છોકરાઓની શક્તિ, બુદ્ધિ તથા અભ્યાસ પ્રમાણે જુદા જુદા કલાસ અને જુદું જુદું શિક્ષણ અપાય છે, જ્યારે ધર્મ શિક્ષણની સ્થિતિને વિચાર કરતાં પણ હાસ્ય સાથે ખેદ થાય છે. દશ વરસના છોકરાને જે ધર્મકરણ કરવાનું બતાવે છે, તેજ કરણી પચીશ, પચાશ અને સીતેર વરસના સ્ત્રી કે પુરૂષને પણ એકજ સરખી બતાવાય છે. કદાચ કોઈ પ્રશ્ન કરશે કે-“ભલે બધાને એકસરખી બતાવાય, પણ ધર્મક્રિયાઓ કરે છે, તેટલે વખત શુભ પ્રવૃત્તિમાં તે ગાળે છે, તે તેને વ્યવહાર કેમ ન કહેવાય ? અને તે પ્રવૃત્તિને કરતાં કરતાં કલ્યાણને પણ કેમ ન મેળવી શકે ?” આને ઉત્તર તો સુગમતાથી સમજાય તેમ છે કે–પરણ્યા પછી પતિના સંયોગે પ્રજાની ઉત્પત્તિ થાય, તો તે ઊંચત છે, પણ ઉમ્મર લાયક કુંવારી કન્યા મનમાં એવો વિચાર કરે છે જ્યારે ત્યારે પણ પ્રજા ઉત્પન્ન કરવાથી વંશવૃદ્ધિ તથા સંખ્યા વૃદ્ધિ તે થશે એમ જાણું પરણ્યા વિના કૌમારાવસ્થામાં પ્રજા ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ કરનારને જનસમાજ ઉચિત ગણશે નહિ જ. તેમ સમકિત