________________
ધોરાજીના રહેવાસી શા છગનલાલ નાગજી ચીનાઇનાવિયારે
સંવત ૧૯૬૭ માગશર વદ ૯ રવિવા આત્મા તથા જડની સાબીતિ..
જડ-ચેતન-અસ્તિત્વની સાબીતિ.. પ્રન–જડ અથવા પુદ્ગલ એવું કંઈ છે અને છે તે તેની શી ખાત્રી ?
જવાબ–હા, જડ છે. આપણે આ બધું જે જે જોઈએ છીએ અને જાણીએ છીએ, તે બધું જડ છે. અને જે જડ ન હોય તે કંઈ દેખાત કે જણાત નહિ.
પ્ર–આપણે સ્તનમાં ઘણું ઘણું જોઈએ છીએ, ખાઈએ છીએ, વિગેરે પણ પાછા જ્યારે ઉઘમાંથી ઉઠીએ છીએ, ત્યારે આપણને ખાત્રી થાય છે કે- જે જે આપણે ખાધું, પીધું અને જોયું એ બધું ભ્રાંતિમાં હતું, પણ ખરી રીતે આપણે કાંઈ કર્યું જ નથી. માત્ર ઉંઘમાં હતા, બધી ભ્રાંતિજ હતી. તેવી જ રીતે આપણે જગતમાં જે જે જોઈએ છીએ અને જાણીએ છીએ તે બધી સ્વપ્નવત ભ્રાંતિજ કાં ન હોય ? અને એને ભ્રાંતિ કહીએ તો કાંઈ વાંધો છે?
જવાબ–જડની ભ્રાંતિ નથી અને હેવી સંભવિત પણ નથી; કારણ કે એ ભ્રાંતિ હોય તો તેનું કરાવનાર કંઈ પણ હોવું જોઈએ. જે એમ કહીએ કે જડને લઈને શાંતિ થાય છે, તે પછી જડનું અસ્તિત્વ સાબીત થાય છે અને ભ્રાંતિ ઉડી જાય છે. તે પછી જે ભ્રાંતિ જડને લઈને ન હોય તે શું આત્માને આધારે છે? આત્મા ભ્રાંતિ કોને કરાવે? પોતે પિતાને કરાવે એ કેમ બને? પિતાને એક ભાગ, પિતાના બીજા ભાગને ભ્રાંતિ કરાવે કે પોતે આખે આખાને શ્રાંતિ કરાવે, પોતે પિતાને શ્રાંતિ કરાવે એ સંભવિત નથી અને એમ બનવું અશક્ય છે. કદાચ આપણે એમ માનીએ કે–આત્મા પોતે પોતાને ભ્રાંતિ કરાવે છે, તો પછી એનામાં ભ્રાંતિ કરાવવાની શક્તિ હોય, તે ભ્રાંતિ ઉડાડવાની પણ શક્તિ હેવી જ જોઈએ અને એ વાત કબૂલ થાય, તે પછી કઈ પોતે જાણી જોઈને મૂર્ખ બને એ સંભવે છે? માટે ભ્રાંતિનું કરાવનાર તે કોઈ નથી. કરાવનાર કોઈ ન હોય તો કારણ વિના કાર્ય કેમ બને ? માટે ભ્રાંતિ નથી-એમ સાબીત થાય છે. અને ભ્રાંતિ નથી, તે જ ખરેખર છે, એ પણ તેમાંથી નીકળે છે હવે જડ છે, એમ સાબીત થયું અને જાણ્યું, પણ જડ છે–એ કે જાણ્યું? (આત્માની સાબીતી).