________________
-૨૯૪
પૂજ્યશ્રી શુભમુનિ ત નવતત્ત્વ કથાના ઉપનય.
૧—જીવતત્ત્વ વિષે શબ્દાર્થ :-મધુપુરમાં વરૂણ શેઠે એક હાથનું દેરૂ" ચાવ્યું, તેમાં ચાર હાથના દેવ સ્થાપન કરાવ્યા, તે દેવ હમેશાં તે શેઠને ઈચ્છિત આપતા હતા.
શકા—એક હાથના દેરામાં ચાર હાથના દેવ કેમ રહે ?
ભાવા—તે દેવ ચાર હાથના લાંખા પહેાળા નહિ, પણ તે ચાર હાથવાળા હતા.
પરમા—મધુપુર એટલે મધુબિંદુ સમાન સુખ છે જેમાં એવા સ'સારરૂપ નગરમાં, તે સંસારરૂપ નગરના ક્ષેત્રપાલ અથવા તે નગરની શેઠાઇ ભાગવનાર એવા વરૂણશેઠરૂપ સંસારી જીવ, કાયારૂપ નાનુ` દેરૂ બનાવી તેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્યં રૂપ ચાર હાથવાળા અત્મારૂપ દેવ એસાર્યાં, તે આત્મારૂપ દેવ ચિંતામણિ રત્નની જેમ પાતાની સેવા કરનારને વાંતિ સુખ આપે છે, અરે ! તે આત્મરૂપ દેવ હાથી જેવા મોટા શરીરમાં તથા કીડી જેવા નાના શરીરમાં પણ રહી શકે તેવા છે. અર્થાત્ આત્મા સમ્રાચ-વિસ્તારવાળા છે.
૨—અજીવતત્ત્વ વિષે શબ્દાર્થ –વિધ્યાચલ પર્વત ઉપર એક રાતું અને ઘણા વિસ્તારવાળુ, પત્ર શાખાથી ભરપૂર એવું અશેાકવૃક્ષ છે, તે વૃક્ષની છાયા સૂર્યના તડકા ઉપર પડતી નથી.
શકા—પુત્ર શાખાવાળું ઝાડ છતાં તેની છાયા સૂર્યના તડકા ઉપર ક્રમ પડતી નથી ?
ભાવા
ઝાડની છાયા તા હમેશાં જમીન ઉપર પડે છે, તડકા ઉપર પડતી નથી, કારણકે સૂર્યના તડકા ઝાડની ઉપર રહે છે. જો સૂર્યના તડકા છાયા ઉપર પડતા હાય તા તડકા છાયાની નીચે રહેવા જોઇએ અને તેમ તે ખનતું નથી, ઉલટા સૂર્યના તડકા પોતેજ ઝાડ ઉપર પડે છે. માટે છાયા જમીન ઉપર રહે છે—પડે છે, પરંતુ સૂર્યના તડકા ઉપર પડતી નથી.
24
પરમા અવતત્ત્વ એવા અનંત આકાશરૂપ વિંધ્યાચલ પર્વત ઉપર ગુણુરૂપ શાખાએ તે પર્યાયરૂપ પત્રાથી ભરપૂર પુદ્દગલરૂપ વૃક્ષ છે, તે વૃક્ષની છાયા, જીવતત્ત્વરૂપ સૂર્યના ઉપયાગરૂપ તડકા ઉપર પડતી નથી, પણ ગુણુ પાઁયવંત પુદ્દગલ વૃક્ષ ઉપર જીવ તત્ત્વરૂપ સૂના ઉપયાગરૂપ તડકા રહે છે. કેમકે સૂર્ય આકારે જ્ઞાન પરિણમે છે, પણ જ્ઞાન આકારે જ્ઞેય પરિણમતુ નથી,