________________
આયુષ્યના ભેગ સમયને પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે લાવ્યા હોય તે પ્રારબ્ધ કમને સમ વા વિસમપણે ભોગવી તેનાથી મુક્ત થઈ, અન્ય ઉદયગત થયેલ પ્રારબ્ધ કર્મને આધીન થવા પૂર્વગત કર્મપ્રકૃતિને વશ થઈ ઉદયગત કર્મ પ્રમાણે અહીને કાલ પૂર્ણ કરી અન્ય ક્ષેત્ર—સ્થળે ગમન કરશે, તેને અટકાવવામાં અનંત વિશ્વમાં કેઈપણ જીવાત્મા શક્તિમાન નથી. ત્યાં ખેદ કરો એ વિચારશીલ આત્માને કેઈપણ રીતે ઉચિત નથી, એ નિઃશંક માનજો. આપ માનતા હશે કે –મને વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ મેળવવાની ઈચ્છા હતી, ત્યાં કુદરતે કારી ઘા કરી મને પ્રવૃત્તિમાં પાડી દીધે. હે હૃદયાત્મા ! આ માન્યતા પણ આત્મહિતકર્તા નથી, એ નિઃશંક જાણજે. નિવૃત્તિનું સ્વરૂપ અદ્દભુત અને ગહન છે. કમાણી સારી હોય, સ્ત્રી પુત્રાદિ સાનુકૂળ હોય, ગૃહ તથા વેપારને ભાર ઉપાડી લે તેવા કુટબીજને હોય તેથી ઉપાધિને ભાર ઓછા થતાં જે વખત મળે તે નિવૃત્તિ નથી, પણ નવરાશ છે. નવરાશ એ આત્મગુણ મનાય તે અસતને સત માનવાને દોષ આવે છે. માટે સમજવાનું એ છે કે –છ ખંડની પ્રબળ ઉપાધિમાં પણ સાનુકૂળ તથા પ્રતિકૂળ સંગમાં, શુભ કે અશુભ પ્રારબ્ધોદયમાં ઉપયોગાત્મક ભાવે અંતરની જે સમદશા રહે તેનું નામ નિવૃત્તિ છે. નિવૃત્તિને અર્થ કેઈ અંશે નિર્વાણ પણ થાય છે. અશે નિવૃત્તિ ત્યાં અશે નિર્વાણ અને સર્વથા નિવૃત્તિ ત્યાં સર્વથા નિર્વાણ છે. માટે પ્રારબ્ધદયને સમપણે વેદાય તો પ્રતિકૂળ સંગ તથા અશુભદય હોય તે પણ પરમ આનંદ છે. જેથી જણાવવાનું કે આપના અશુભદયથી પુત્ર મરણનું ઉદયગત દુઃખ પણ પ્રતિકૂળભાવ છે. એમ જાણી આત્મોપગે સમભાવે તે સ્થિતિનું વેદન કરશો તે નિવૃત્તિ જ છે, સમાધિ છે; પણ અંતર ઉપયોગ સમપણે ન વેદાયે તે બે ચાર કલાક નવરાશના મેળવી, બે ચાર સલ્ફાસ્ત્રનાં પાનાં વાંચી ગયા વા સત્સંગ સેવી ગયા તેનું નામ નિવૃત્તિ નથી, તે મેક્ષભાવ નથી, તે સમયે શુભ પરિણામની ધારા વર્તવાથી પુન્ય પ્રકૃતિ બંધાય, પણ નિર્વાણ ગતિ થ ય નહિ. માટે આત્મબંધુ ! પુત્રવિરહથી થતા ખેદને જ્ઞાનમાર્ગ થી શમાવી આત્મભાવ સન્મુખ થશો એવી સૂચના છે. એ શાંતિઃ!!! ;