________________
૧૯૪
રાગ વા માહ કહે છે. જ્યારે પરમાર્થમા એ સ્વતઃઆત્માના ગુણ વા શક્તિ છે, તે અવિનાશી ત્રિકાલવતી છે, દુખ, શાક, ચિંતા વા ભયાદિ ઉપાધિઓથી મુક્ત છે, પરમાનંદ અને પરમ શાંતિનું સ્થાન છે, તેથી તે મેળવવા માટે જે નિશદિન વિચાર કરે છે વા ઝરે છે, તેને જ્ઞાનીઓ વૈરાગ્ય કહે છે. પરમાથું તત્ત્વ મેળવવાની ચિંતા કરનારને પણ ખાવાપીવા વિગેરેની બધી પ્રવૃત્તિએ લય પામી નથી, પણ ધનલાભીને જેમ બીજી પ્રવૃત્તિઓ શુષ્ક વા મદ સ્નેહયુક્ત લાગે છે, તેમ પરમાર્થની ગવેષણા તથા ભાવના કરનારને સંસારના સર્વ પદાથા પ્રત્યે પ્રીતિની મંદતા તથા તદાસક્તિના અભાવ હોય છે, સંસારના પદાર્થોં ક્ષણિક અને વિનાશી લાગવાથી સંસારપ્રત્યે લુખાશ આવે—ઉદાસીન થઇ જાય, તેને વૈરાગ્ય કહે છે, વૈરાગ્યની ખે ભૂમિકા છે. સમક્તિ પ્રાપ્ત થયા પહેલાંનુ વૈરાગ્ય અને સમકિત પ્રાપ્ત થયા પછીનું વૈરાગ્ય સમકિત પ્રાપ્ત થયા પહેલાંના વૈરાગ્યમાં પરમાર્થની જ ભાવના અને સંસારના માયિક પદાથામાં ઉદાસીનતા રહે છે, પરમાર્થ માને આવરણ કરનાર વિષ, કષાય, રાગ–દ્વેષાદિક દોષા, મતાગ્રહ તથા દેહભાવના વિગેરેના ઉપશમ થઇ જાય છે. અશુભના ઉપશમ થાય છે અને પરમાર્થ માર્ગને સહાયભૂત થાય તેવાં સત્તાધના, સત્પ્રવૃત્તિ તથા સદ્ભાવના પ્રત્યે રાગ હોય છે. સમકિત પછીના વૈરાગ્યમાં ઉત્કૃષ્ટપણે ઉદાસીનતા હાય છે. પુન્યની ઇચ્છા નહિ તેમજ પાપને ભય નહિ, સદ્ગતિની ઇચ્છા નહિ તેમજ અસતિના ભય નહિ, સુખપ્રત્યે અપેક્ષા નહિ અને દુ:ખ પ્રત્યે ઉપેક્ષા નહિ, પૂર્વકૃત શુભાશુભ કર્મને સમપરિણામે આત્મપયોગ પૂર્વક ઉદાસીનભાવે વેદે તેને સકિત પછીનુ વૈરાગ્ય કહે છે. મુમુક્ષુતા પૂર્વક વૈરાગ્ય દેશથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે.
(૩) શ્રદ્ધા
જગતમાં કાઇપણ કાર્ય વિશ્વાસ વા પ્રતીતિ વિના થઇ શકતું નથી. તેમ પરમાર્થની પ્રાપ્તિ પણ શ્રદ્ધા વિના થઈ શકે નહિ, તેમ શ્રદ્ધા વિના પરમા રહી શકે નહિ. શ્રદ્દા એ ધર્મનું મૂળ છે. મૂળ વિના વૃક્ષ ટકી શકે નહિ, તેમ શ્રદ્ધા વિના પરમાર્થે ટકી શકતા નથી. શ્રદ્દાનું વાસ્તવિક સ્વરૂપ ન સમજા યાથી વિષયાંધ ગાસાં આએ, વામ માર્ગીઓએ જન સમાજને અવળે માર્ગે દારવી અનાચારના અખાડા જમાવી સ્ત્રી તથા પુરૂષોના શીયળ ( બ્રહ્મચર્ય ) જેવાં ઉત્તમ 'ગુણાને લુટી, તેમના પવિત્ર જીવન અને સદાચારનું ખુન કરી સમાજ તથા દેશનું સત્યાનાશવાળી નાખ્યુ છે. તેમજ જૈન, વેદાંત, બૌદ્ધ વિગેરે મતા, દર્શન (આત્મ સ્વરૂપ) ધર્મ થી ભ્રષ્ટ થઇ કુળાચાર તથા સ ંપ્રદાયના ક્લિષ્ટ