________________
૧૮૩ પિતાનું શીયળ સાચવવામાં કામને ભય રાખવું પડે છે, તેથી રૂપને વિષે કામીને ભય, (અથવા મારું રૂપ કઈ રેગના કારણથી બગડી જશે તે ?) એ પ્રકારને પણ ભય, વિદ્વાનને બીજા પંડિતને દેખી મનમાં બળતરા થાય, ઈર્ષ્યા આવે અને ભય લાગે, ગુણ જીવને દુર્જન તરફનો ભય હોય છે, દેહધારી મનુષ્યો પિતાને શરીર સુંદર તથા નિગી મળવાથી આનંદ માને છે, પણ તેને મરણને ભય હોય છે એ પ્રકારે સમસ્ત વિશ્વમાં જેટલી દશ્ય વસ્તુઓ ન્યુનાધિક થનારી તથા પર્યાયાંતર પામનારી સર્વ વસ્તુઓ ભયાન્વિત છે અને ' “યત્ર ચા મર્થ તત્ર તત્ર સુરમરિશસ્તિ ” જ્યાં જ્યાં ભય છે ત્યાં ત્યાં દુ:ખ પણ નિયમિત છે, માત્ર એક વૈરાગ્ય તેજ દુઃખ તથા ભયરહિત અભય છે. માટેજ જ્ઞાનીઓએ વૈરાગ્યની ઉત્કટતા તથા મહત્તા બતાવી છે. સંસારના દશ્ય અને વિનાશી પદાર્થો પ્રત્યે જે નેહ વા પ્રવૃત્તિ રહે છે, તેને જ્ઞાનીઓ રાગ કહે છે અને રાગ તે દુઃખનું મૂળ છે. સ્ત્રી, પુત્ર, કુટુંબ, શરીર, ધન, રાજ્ય તથા સ્વર્ગ વિગેરે સમસ્ત વિશ્વના દુશ્ય અને જડ પદાર્થો વિનાશી છે, ક્ષણિક છે તથા પર્યાયાંતર થનારા છે, જેથી સુખનું કારણ નથી, પણ દુઃખનું કારણ છે, એમ યથાર્થ જાણી જેના આદિ, મધ્યમ અને અંતમાં અણુમાત્ર પણ દુઃખ નથી. જે ત્રિકાલ અબાધિત છે એવું સુખ શું ? તેને વિચાર કરી, દઢ મને બળ પૂર્વક મનન કરી, અવિનાશી એવાં પરમાર્થ ધર્મ તથા તે સદ્દધર્મના પ્રબોધક આદિ મોક્ષ દાયક સાધનો પ્રત્યે જે રાગ થાય તેને જ્ઞાનીઓ વૈરાગ્ય કહે છે. વૈરાગ્યથી અંતર ત્યાગ અને ભક્તિની જાગ્રતી થાય છે અને ત્યાગ તથા ભકિતથી આત્મ શાન પ્રગટે છે. સમસ્ત વિશ્વના જડ પદાર્થોમાં રહેલી પ્રીતિને મંદ કરી પરમાર્થ તરફ તે પ્રેમની ઉત્કૃષ્ટતા વર્તે તેને વૈરાગ્ય કહે છે. વૈરાગ્ય ભાવનાથી હર્ષ, શેક, ખેદ, ચિંતા, વિકલ્પ, ભય વિગેરે દુઃખોને નાશ થાય છે. તીવ્ર લેભી મનુષ્ય આખો દિવસ અને રાત ધન મેળવવામાં જ મશગુલ રહે છે. અહોનિશ ધન કયાંથી અને કેમ મળે તેની ચિંતા અને રટનમાં આસક્ત રહે છે. ખાતાં પીતાં, જતાં આવતાં, વા સુતાં દરેક ક્રિયાઓમાં પૈસામયજ લક્ષ્ય હોય છે. પિતાના વિચારમાં નિશદિન મો રહે છે, છતાં તેણે બીજી ક્રિયાઓને સદંતર ત્યાગ કર્યો નથી. ખાવું, પીવું, સુવું, જવું, આવવું, લેવું, દેવું તથા સાંસારિક સુખ ભોગવવા વિગેરે અનેક ક્રિયાઓ થયા કરે છે, પરંતુ ધનઉપર જેવું લક્ષ્ય કે પ્રીતિ ઉત્કૃષ્ટપણે હોય છે, તેવું લક્ષ્ય કે પ્રીતિ અન્ય પ્રવૃત્તિઓમાં રહેતું નથી, અર્થાત મંદ રહે છે. પૈસો એ વિનાશી તથા જડ પદાર્થ છે, તેથી તેને મેળવવા કલ્પનાઓ કરનારને જ્ઞાની ચિંતા કહે છે, અને તેના પ્રત્યે સ્નેહ રાખનારને