________________
વિશ્વમાંના જે જે સગે છે, તે સર્વે આત્માના દસ્ય છે, તે સંગોના રવરૂપને વિચાર કરતાં કોઈપણ સગથી આત્માની ઉત્પત્તિ થઈ હોય તેમ જાતું નથી. માટેઆત્મા નિત્ય છે તથા પાંચ મહાભૂત એ જ છે અને આત્મા ચૈતન્યરૂપ છે. જડથી ચૈતન્યની ઉત્પત્તિ અને ચૈતન્યથી જડની ઉત્પત્તિ થવી કદાપિ સંભવતી નથી, માટે આત્મા પાંચ મહાભૂત રૂપ દેહથી ભિન્ન છે અને નિત્ય છે. વળી બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા–એ શરીરની ત્રણ અવસ્થાઓ . પલટાય છે, તે વખતે દેહ દષ્ટિવાળાં જીવાત્માને આત્માની બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થા જણાય છે, પણ વસ્તુ તે આત્માની નથી, શરીરની જ છે. શરીરની ત્રણ અવસ્થાનું પલટન થયે આત્મામાં કાંઈ પણું પલટાવાપણું થતું જે , નથી, પરંતુ તે ત્રણ અવસ્થા જે દેહની થાય છે તે દેહ તથા અવસ્થાથી ભિન્ન રહી આત્મા તેને જાણે છે, માટે નિય છે. તેમજ
“ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, - પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિયતા ત્યાંય” તે બાળકને જન્મ સમયેજ વિનાભ્યાસે પણ સ્તનપાન કરવાની સંજ્ઞા થાય છે તેથી તથા સર્પાદિક પ્રાણુઓમાં પણ વિના અભ્યાસે જ બીજા જીવો કરતાં ક્રોધની અધિકતા હોય છે. તે પૂર્વ જન્મના સંસ્કાર વિના બનવું અશક્ય છે, તેથી આત્માની ભિન્નતા તથા નિત્યતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. વળી– . ' “ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; ' ' ' * વદનાર તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર.” .,
અમુક પદાર્થ ક્ષણિક છે, એમ જે જાણે છે અને ક્ષણિકપણું કહે છે, તે કહેનાર વા જાણનાર ક્ષણિક હેય નહિ; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થશે તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પિતજ ન હોય તે જાણવાપણું ક્યાંથી રહે અને જાણનાર પ્રત્યક્ષ રહે તેમ જણાય છે, એ ઉપરથી પણ આત્મા અવિનાશી છે. જેમ ઘટપટ આદિ વસ્તુને નાશ થઈ તેનું પરિણામ ઠીકરાં વિગેરે થાય છે તે પ્રત્યક્ષ જણાય છે, તેમ આત્મા નિમિત્તજન્ય હેય તે તેને નાશ થઈ તેનું પરિણામ શું આવે તે જણાતું નથી. તેથી આત્મા નિત્ય છે, તથા “ ” એ વેદવાક્યથી દમ, દાન અને દયા-એ ત્રણ દારજે જાણે છે તે જ છે. સૂર્યનો પ્રકાશ જેની ઉપર પડે છે તે વસ્તુ અને પ્રકાશ જેમ ભિન્ન છે તેમ દેહાદિય અને આત્મા પણ ભિન્ન છે. તે