________________
૧૧૩ ૧ લૌકિક અને ૨ શામીય. લૌકિક અભિનિવેશ એટલે સત્ય અસત્યને વિચાર કર્યા વગર લેક સંજ્ઞા, લક લાજ અને લેક ભયથી જગતના લોકો જે કરે તે કરવું. કોઈ વિચારવાન પુરૂષ તેને બતાવે કે જગતમાં સારા વિચારવાળા પુરૂષો જે કરે તે કરવું, પણ જગતવાસી એવા અંધશ્રદ્ધાળુઓ-જે કરે તે કરવાથી હિત ન થાય એમ સમજાવે છતાં તેને દુરાગ્રહ રાખે તે લૌકિક અભિનિવેશ મિથ્યાત્વ કહેવાય. શાસ્ત્રીય અભિનિવેશ એટલે અંધ શ્રદ્ધાથી ગ્રહણ કરેલા કુળ ગુરૂ તેની પાસે વા પિતાની કલ્પના કહેતાં સ્વચ્છેદથી શાનું વાંચન કે શ્રવણ કરી શાની અપેક્ષા, હેતુ તથા તેનું અંતર રહસ્ય કહેતાં ભાવાર્થ સમજ્યા વિના શાસ્ત્રમાં લખ્યું છે તે સાચું એમ વચન માત્રથી માની તેમાં દુરાગ્રહ રાખે તેથી તેને મિથ્યાત્વ કહે છે. કેમકે શાસ્ત્રમાં ચાર પ્રકારે લખાણ હોય છે. ૧ સત્યનિક, ર ભયાનિક, ૩ ઉપમાયિક અને ૪ રેચનીક. સત્યનિક એટલે જે પ્રમાણે વાત બની હેય તેજ પ્રમાણે શાસ્ત્રોમાં લખાણું કરવું અથવા વધુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરવું તે સત્યનિક કહેવાય. ભયાનિક (જાગ્રતિક) એટલે અનંત કાલના મહાભ્યાસને લઈને મલીન થયેલી આત્મવૃત્તિઓ તે વિશેષ કઠેર ન થાય તેને માટે જાગ્રત કરવાને લય ઉપજાવનારાં વચનો શાસ્ત્રમાં લખ્યાં હોય તે જેમ કે જે તું આમ નહિ કરે તે તને પાપ લાગશે. આમ કરીશ તો તારે નરકે જવું પડશે ઇત્યાદિક વચનપદેશને જ્ઞાની પુરૂષો ભયાનિક કહે છે. ઉપમાયિક એટલે અનંત સંસારના પરિભ્રમણને નાશ કરનાર જે જે સન્નિમિત્તો તેની ઉપર બહુમાન કરાવે એટલે સંસારરૂપ મદિરાથી મેહિત થયેલા જે છે તેને મેક્ષની વાત સામાન્ય લાગી છે, તેથી સનિમિત્તો ઉપર વિશેષ બહુમાન થવા માટે મેટી મેટી ઉપમા આપી જે વર્ણને શાસ્ત્રમાં કર્યો હોય તેને ઉપમાયિક કહે છે. રેચનિક એટલે સંસારની પ્રીતિથી રંગાયેલ છે તે પ્રીતિથી વિરત કરવા માટે સતદેવ, ગુરૂ, ધર્મ ઈત્યાદિક સનિમિત્તાની રૂચિ થાય તેવા પ્રકારે અન્યોક્તિથી શાસ્ત્રમાં જે લખાણ હોય તે રેચનિક કહેવાય.
પ્રથમ કહે જે સત્યનિક ભેદ તેને સમજવા માટે આ ત્રણે ભયાનિક વિગેરે ભેદ બતાવ્યા છે. તેથી આ પ્રકારે ચાર હેતુથી લખાયેલાં જે શાસ્ત્ર, તેને હેતુ અથવા કારણ-કાર્યને જરા પણ વિચાર કર્યા વિના અંધ શ્રદ્ધાથી વચન માત્રમાં ભગવાને કહ્યું તે સાચું, એમ કોનેગ્રાફની પેઠે બોલનારા છે. તેના આગ્રહમાં પડી જવાથી પુરૂષના ખરા રહસ્યને તે સમજતા નથી. કમકે ખેટ ભાવાર્થ સમજી તેને દુરાગ્રહ કરે તેથી કદાચ સત્પષે તેવા