________________
યકમ તેની ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી અનતાનું બધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યા
ખાની કાચની ત્રણ ચોકડી તથા ત્રણ મેહની તેમજ શેક અને અરતિ એમ સર્વ મળી ૧૭ પ્રકૃતિનો નાશ કરે ત્યારે તેને સર્વે વિરતિ સાધુ કહે છે અને મોહનીય કર્મની ઘણીક વૃત્તિઓને નાશ થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયની પ્રકૃતિઓને સર્વથા નાશ થતો નથી, પરંતુ મંદ થાય છે. -
પ્રશ્ન-સર્વ વૃત્તિઓને નાશ સિદ્ધ થાય છે, ચાર ઘાંતી કર્મની સર્વ : વૃત્તિઓને નાશ કેવલીને થાય છે અને મેહનીય કર્મની ઘાણીક વૃત્તિઓને નાશ. છઠ્ઠા વાલાને થાય છે, છતાં તેને સર્વ વિરતી કેમ કહ્યો? .
ઉત્તર-આઠે કર્મમાં મોહનીયકર્મ છે. તે બલવાન છે. અને તે જ જીવને સંસાર રૂપ મહેલને સ્તભ રૂપ છે અર્થાત તેજ. સંસારમાં પરિભ્રમણ કરૂ વાનું મુખ્ય નિમિત્ત છે, તે સ્થિતિ પણ દરેક કર્મ કરતાં, વધારે છે. માટે જેમ એક ઝાડ મૂળમાંથી.. ઉખડી, જમીન ઉપર પડી ગયું હેય તેની શાખા, પાંદડાં વિગેરે લીલાં છે છતાં તેને સુકાતાં વાર લાગે નહિ, પરંતુ તેજ ઝાડનું મૂલ કાયમ રાખી ઉપરથી કાપી નાખીએ, તે કઈ વખતે પુનઃ તે ઝાડ પ્રફુલ્લિત થઈ વૃદ્ધિ પામે છે અને તેથીજ “મૂi નાહિત કૃતા રાશિ' એ કહેવત કહેવાય છે. તે જ રીતે મેહનીય કર્મ શિવાય બીજા સાતે કર્મો મંદ પડે; છતાં પણ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, પણ જેનું મેહનીય કર્મ નાશ થયું હોય તેને બાકીનાં કર્મો કદાચ બલવાન હોય તે પણું મૂલમાંથી પડેલા ઝાડની શાખા, પાંદડાં જેમ સુકાઈ જાય છે તેમ આ પણ નષ્ટ થાય છે. આ કારણને લઇને છઠ્ઠા ગુણસ્થાનક વાળાએ મેહનીય કર્મને જર્જરિત કરી નખ્યું છે, તેથી તેને સર્વવિરતિ કહે છે. અને મેહનીય કર્મની અનંતાનું બંધી કષાયની ચોકડી તથા ત્રણ મેહની એ સાત પ્રકૃતિનો સર્વથા ક્ષય કરે, ત્યારે તેને ક્ષાયિક સમક્તિ કહે છે. તે સાતે પ્રકૃતિને બધમાંથી ક્ષય કરે ત્યારે તેને ક્ષપશમિક સમિતિ કહે છે. આ બન્ને સમકિતમાંથી કોઈ પણ સમક્તિની દશા પામી, ઉદયમાં આવેલી વૃત્તિઓને સમભાવપૂર્વક વેદે ત્યારે સર્વ કર્મને નાશ થાય છે અને તેને ત્યાગ કહે છે. પ્રથમના સમકિતમાં વૃત્તિઓ સર્વથા ક્ષય થતી નથી, પરંતુ જગતના પદાર્થો પ્રત્યે તન્મય એટલે આત્મભાવે.' લીન થયેલી જે વૃત્તિઓ, તેને અશુભ વૃત્તિઓ કહે છે, તે અશુભ પરમાણુઓનો ત્યાગ કરી શુભમાં લાવે તે ત્યારે થાય છે. આ ત્યાગ : ત્રણ પ્રકારે થાય છે. (૧) મનથી( ૨ ) વચથી (૩) કાયાથી