________________
સંયમસિદ્ધિનું મહત્ત]
પંડિત પુરુષે મોહનિદ્રામાં પડેલા સંસારી મનુષ્યની વચ્ચે રહીને પણ જાગરુકતા રાખવી જોઈએ. કાલ નિર્દય છે અને શરીર અનિત્ય છે, એમ જાણીને ભારંડ પક્ષીની જેમ નિત્ય અપ્રમત્તભાવથી વિચરવું જોઈએ.' શિક્ષણ આપ્યું હતું. તેથી તે લૂંટના કામમાં પાવર બન્યો હતો અને તેના વડે જ પિતાને તથા કુટુંબીજનોને નિર્વાહ કરતો હતે.
એક દિવસ તે પિતાના ધંધા માટે અરણ્યમાં ફરતું હતું, ત્યાં એક મેગી પાસેના રસ્તેથી પસાર થયા, એટલે પેલા ભલે તેમને રસ્તો આંતર્યો અને પાસે જે કંઈ હોય તે મૂકી દઈને ચાલતા થવાનું જણાવ્યું. યેગી પાસે બીજી કઈ મિલકત તે શી હોય ? તેમણે એક ભગવી કફની પહેરી હતી, ખભે ગરમ કાંબળી નાખી હતી, એક હાથમાં કમંડળ પકડયું હતું અને બીજા હાથમાં દંડ ધારણ કર્યો હતો. આ વસ્તુઓ પર તેમને જરાયે મેહ ન હતું કે મમત્વ ન હતું. પરંતુ ભીલની હાલત જોઈને તેના પર દયા આવી, એટલે તેના પર અનુગ્રહ કરવાના હેતુથી કહ્યું કે “હે ભાઈ! તારે મારી પાસેથી જે કંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ લે, પણ તને એક સવાલ પૂછું તેને જવાબ આપ કે “તું આ નીચ ધધ કેને માટે કરે છે?”
પેલા ભીલે કહ્યું કે મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્રો અને પુત્રીઓનું બહાનું કુટુંબ છે. તે બધાને નિર્વાહ આ ધંધા વડે કરું છું.'
ગીએ કહ્યું : “ભાઈ ! તું જેમને માટે આ ઘોર પાપ કરે છે, તે તારાં આ પાપમાં ભાગીદાર થશે ખરાં ?” :
ભીલે કહ્યું: “કેમ નહિ! તે બધા માટે તે હું આ પાપ કરી રહ્યો છું.'