________________
૮૫
૫-ઓરિસાના રાજ્યપાલ શ્રી વાય. એન. સુખથકર
[ અંગ્રેજી પરથી ]
તરફથી.
રાજભવન
ભુવનેશ્વર
૮મી સપ્ટેમ્બર, ૧૯૬૨
મને જાણીને આનંદ થાય છે કે ભગવાન મહાવીરના ઉપદેશને સંગ્રહ કરતા · શ્રી વીર-વચનામૃત' નામના ગ્રંથ જૈન સાહિત્ય-પ્રકાશનમંદિરના ઉપક્રમે પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રકાશનને હું સર્વ રીતે સફળતા ઇચ્છું બ્રુ.
૬—ધી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના માજી પ્રમુખ શ્રી ઉછરંગરાય ઢેબર તરફથી.
[ અંગ્રેજી પરથી ]
વ્હાલા શ્રી શાહ,
૩, ફિરોજશાહ રાડ, નવી દિધી ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬૨
તમારા ચાલુ સાલના તા. ૧૭ મીના પત્ર મને મળ્યેા છે.
પ્રભુ મહાવીર મારા માટે હંમેશા સ્પષ્ટ વિચાર અને તેને સમર્પિત થઈ ક્રિયામાં મૂકનાર એક આદર્શ વ્યક્તિ રહ્યા છે. તેમણે સત્યનાં દર્શન કર્યાં અને પરિણામની દરકાર કર્યાં વિના તેને ન્યાયપુરઃસર અનુસરવાના પ્રયત્ન કર્યાં, એમાં મને શંકા નથી. આ રીતે પ્રભુ મહાવીરે પરમ સત્ય અને ક્રિયાની શેાધ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું་ પાડયુ છે.