________________
૪૩
તેમજ જૈન મહાપુરુષોએ, ભારતના અગ્રગણ્ય પુરુષોએ તથા વિદેશી વિદ્વાનોએ ભગવાન મહાવીરને જે ભાવભરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે, તેને ઘણું પ્રયને સંગ્રહ કરીને તથા કેટલીક નવી શ્રદ્ધાંજ લિઓ મેળવીને શ્રદ્ધાંજલિ વિભાગમાં રજૂ કરવામાં આવી છે, તેથી ભગવાન મહાવીર વિષે જગતના વિચારકવર્ગની કેવી દૃષ્ટિ છે, કેવી સમજણ છે, તે જાણી શકાશે.
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધમસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. પંન્યાસ શ્રી ધુરંધરવિજયજી ગણિવર્ય, ૫. પૂ. પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવર્ય તથા મુનિવર્ય શ્રી કુંદકુંદવિજયજી આદિએ આ પ્રયાસના પ્રારંભમાં જ પિતાના મંગલ આશીર્વાદ તથા સહકાર આપીને મને ઉપકૃત કર્યો છે. મુંબઈના જૈન આગેવાનોએ વંદનામાં સહર્ષ ભાગ લઈને મારા આ પ્રયાસને સંગીન ટેકો આપ્યો છે, તેમને પણ કેમ ભૂલી શકું? વળી, ભારતના કેટલાક નામાંકિત વિદ્વાનોએ મારી માગણીને માન આપી શ્રી વીર વચનામૃતને સત્કાર કરતાં જે કાવ્યો-સંદેશાઓ મોકલી આપ્યા છે, તેમને પણ હું ઋણી છું. જેમણે આ પુસ્તકની અગાઉથી નકલે નેંધાવી છે, તેમને પણ મારે માનભેર યાદ કરવા જ રહ્યા. તેમના એ સહકારે મને પુસ્તકના વેચાણ સંબંધી ઠીક ઠીક નિશ્ચિંત કરી દીધો છે.
જૈન સમાજના સુપ્રસિદ્ધ દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ મારા દરેક પ્રકાશન પ્રત્યે મમતા ભરી લાગણું પ્રકટ કરતા આવ્યા છે અને આ પ્રકાશનમાં પણ તેમણે એવી જ મમતા ભરી લાગણું પ્રકટ કરી સારો સહકાર આપે છે, તે માટે તેમને ખાસ આભાર માનું છું.
શ્રી નાગકુમાર મકાતીએ આ પ્રકાશન અંગે ઘણું મમતા પ્રકટ કરી હતી અને કેટલાંક ઉપયોગી સૂચને પણ કર્યા હતાં, પરંતુ તેઓ આજ સદેહે વિદ્યમાન નથી. તેમના આત્માને હું ચિર શાંતિ ઈચ્છું છું.