________________
ધારા પાંત્રીશમી
ભાવના
तहिं तहिं सुयक्खायं, से य सच्चे सुआहिए । सया सच्चेण सम्पन्ने, मेत्तिं भूएहि कप्पए ॥ १ ॥
[ સૂ૦ શ્રુ. ૧, અ. ૧૫, ગા. ૩ ] વીતરાગ મહાપુરુષોએ જે જે ભાવ કહ્યા છે, તે સર્વે વાસ્તવમાં યથાર્થ છે. જેને અંતરાત્મા સદા સત્ય ભાવથી ભરેલો છે, તે સર્વે જે પ્રતિ મિત્રીભાવ રાખે છે.
भूएहि न विरुज्झेजा, एस धम्मे वुसीमओ । वुसिमं जगं परिन्नाय, अस्सि जीवियभावणा ॥ २ ॥
( [ સૂ૦ શ્ર૧, અ૦ ૧૫, ગા. ૪ ]
કઈ પણ પ્રાણી સાથે વૈર-વિરોધ ન કરે એ સંયમી પુરુષને ધર્મ છે. સંયમી પુરુષે જગતના સ્વરૂપને સારી રીતે સમજીને જીવનને ઉત્કર્ષ કરનારી સંભાવનાએ ભાવવી. भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया । नावा व तीरसम्पन्ना, सव्वदुक्खा तिउट्टइ ॥ ३ ॥
[ સૂ૦ કૃ૦ ૧, અ૦ ૧૫, ગા. પ ] ભાવનાગથી શુદ્ધ થયેલે આત્મા જળ ઉપર નૌકા તરે તેમ સંસારમાં તરે છે. જેમ અનુકૂળ પવનને ગે નૌકા કિનારે પહોંચે છે, તેમ એ સંસારના કિનારે પહોંચે છે અને ત્યાં એનાં સર્વ દુઃખેને અંત આવે છે.