________________
રહ્મચર્ય ].
जहा कुक्कुडपोअस्स, निच्च कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥ ३१ ॥
[ દશ૦ અ૦ ૮, ગા. ૫૪] જેમ કૂકડીનાં બચ્ચાંને હમેશા બિલાડી પિતાને પ્રાણ હરી લેશે એવો ભય રહ્યા કરે છે, તેમ બ્રહ્મચારીને સ્ત્રીઓના સંસર્ગમાં આવતાં પિતાના બ્રહ્મચર્યને ભંગ થવાને ભય રહ્યા કરે છે.
अंगपच्चंगठाणं, चारुल्लवियपेहियं । बंभचेररओ थीणं, चक्खुगिझं विवज्जए ॥ ३२ ॥
[ ઉત્ત- અ. ૧૬, ગા૦ ૪] બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનારો સાધક સ્ત્રીઓનાં અંગ, પ્રત્યંગ, સંસ્થાન અને મધુર ભાષણના ઢગને વિકારી દષ્ટિએ જોવાનું છેડી દે.
न रूवलावण्णविलासहासं,
न जंपियं इंगिय-पेहियं वा । इत्थीण चित्तंसि निवेसइत्ता, दटुं ववस्से समणे तवस्सी ॥ ३३ ॥
[ ઉત્તઅ૦ ૩૨, ગા. ૧૪] તપસ્વી શ્રમણ સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, પ્રિય ભાષણ, નેહચેષ્ટા કે કટાક્ષ પૂર્વકનાં અવલોકનને પિતાના મનમાં સ્થાન આપે નહિ કે તે અધ્યવસાય લાવે નહિ.