________________
૧૧૪
[ શ્રી વીર-વચનામૃત
લાગવગ કે સિફારસ ચાલતી નથી. જે ખોટાં કામ કરે છે, અધર્મ આચરે છે, પાપપ્રવૃત્તિમાં મચ્યા રહે છે, તેમને મૃત્યુ બાદ ભયંકર નરકસ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને ત્યાં અકથ્ય દુઃખ સહન કરવા પડે છે. તે જ રીતે જે સારાં કામ કરે છે, આર્યધર્મ આચરે છે, એટલે કે દયા-દાન પર પકારાદિ પ્રવૃત્તિમાં સમસ્યા રહે છે, તેમને મૃત્યુ બાદ સ્વર્ગીય સુખ કે સિદ્ધિગતિ મળે છે.