________________
सर्वस्वान्तचरी सुपुण्यनगरी सत्तत्त्वचिन्तादरी, लोकानामभयाय भातु भुवने श्रीवीरवाणीझरी ॥ १ ॥
દુઃખીઓનું રક્ષણ કરનારી, અમૃતના સમુદ્રની લહરીસ્વરૂપ, કરુણથી ભરેલી, કોઈ પણ કામમાં અહિત ન કરનારી, સંસારરૂપી સમુદ્રના સંકટમાં પડેલા માનવોને પાર ઉતારવા માટે એક માત્ર નૌકા જેવી, બધા જીવોના અંતરમાં વિચરનારી, પુણેની ખાણ અને તત્વ ચિંતન માટે એકાન્ત કંદરા સમી, શ્રી વીર પ્રભુની વાણુને ઝરે જગતના અભય માટે વિશ્વમાં વ્યાપ્ત થાઓ. हरतु जनता-तापं सद्यो ददातु सुपौरुषं, किरतु करुणापूरं क्रियास्वपि कौशलम् । मनुज-जननस्याचं लक्ष्यं प्रति प्रणुदचिरं, जयतु भुवने वीरस्येयं सदा वचनामृतम् ॥ २ ॥
આ ભગવાન મહાવીરનું વચનામૃત જનતાના તાપનું હરણ કરે, પુરુષાર્થ—ચતુષ્ટયાને આપે, કરુણાને પ્રસાર કરે અને સાંસારિક ક્રિયાઓમાં કુશળતા આપો તથા માનવજીવનનાં આદ્ય લક્ષ્મ-મેક્ષપ્રાપ્તિ માટે સતત લાગણી પ્રેરતું આ સંસારમાં સદા વિજયી થાઓ.
[૩] રચયિતા – રાજગુરુ. ગોસ્વામી પં. ધનગિરિ શાસ્ત્રી, સાહિત્યાલંકાર કાવ્ય-પુરાણ-તીર્થ બૃહન્માચાર્ય-સીતામી
प्रत्नानि रत्नानि बहूनि सन्ति, प्रायः क्षितौ काऽस्ति कथाऽत्र तेषाम् । कस्तत्र चिन्तामणिरित्यमोधं, यो दर्शयेत् सोऽस्ति सदैव धन्यः ॥ १ ॥