________________
શુભ સંક૯૫ની આવશ્યકતા
૪૭
નિવારણ કરી શકીએ છીએ, આધ્યાત્મિક ચિકિત્સા (Psychic healing) માં મુખ્યત્વે આ સાધનને જ ઉપયોગ થાય છે.
પૂજા, પ્રાર્થના, સત્સંગ, ભજનકીર્તન, શાસ્ત્રશ્રવણ તથા સ નું વાચન વગેરે શુભ સંકલ્પને ઉત્પન્ન કરવાનાં મુખ્ય સાધને છે, એટલે સુજ્ઞજનોએ તેના તરફ ખાસ લક્ષ્ય આપવું. વિશેષમાં પોતાના નિવાસસ્થાનમાં શુભ સંકલ્પને ઉત્પન્ન કરનારાં કેટલાંક સૂક્તો સુંદર અક્ષરે લખાવીને લટકાવી રાખવા, જેથી ઉઠતાં–બેસતાં તેનું સ્મરણ થાય અને આપણું મન કઈ અશુભ સંકલ્પ પ્રત્યે ઢળી ન જાય.
જે મનુષ્ય અશુભ સંકલ્પને એક પ્રકારના ચેર– લૂટારા માની તેનાથી સાવધ રહે છે, તેઓ પોતાની ઉન્નતિ અવશ્ય સાધી શકે છે.
યજુર્વેદસંહિતાના ત્રીશમા અધ્યાયમાં શુભ સંકલ્પને લગતાં છ સૂક્તો આવે છે, તેનું પાઠકે એ પુનઃ પુનઃ મનન કરવા જેવું છે. એ સૂક્ત આ પ્રમાણે જાણવા :
यज्जाग्रतो दूरमुपैति दैवं तदु सुप्तस्य तथैवेति । दरङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥१॥
જાગૃત પુરુષનું જે મન દૂર જાય છે, તે (મન) તે (પુરુષ) ની સુષુપ્તાવસ્થામાં પુનઃ પ્રાપ્ત થાય છે. દર જનારા મન અને તિષ્મતી ઈન્દ્રિયેની તિ એક થાય, તેવું મારું મન કલ્યાણમય (શુભ) સંકલ્પથી યુક્ત બને.” ૧. येन कर्माण्यपसो मनीषिणो यज्ञे कृण्वन्ति विदथेषु धीराः । यदपूर्व यक्षमन्तः प्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥२॥