________________
સંકલ્પસિદ્ધિ
વ્યસનાની બાબતમાં પણ તેમ જ સમજવું. પહેલી ક્ષણે મનુષ્યને ભલે એમ લાગતુ હાય કે તેના વિના તે મારાથી રહેવાશે જ નિહ, મને કંઇ થઇ જશે, મારાથી એ નહિ બની શકે. પણ તે દૃઢ સંકલ્પ કરે તે વ્યસનરૂપી અલા તેના ગળેથી છૂટી જાય છે અને તે નિર્વ્યસની બની શકે છે.
૨૧૬
બંગાળના સુપ્રસિદ્ધ નેતા શ્રી ચિત્તરંજનદાસને સીગારેટનું ભારે વ્યસન હતું. એક સીગારેટ પૂરી થતી ત્યાં તે બીજી સીગારેટ આંગળીએ પર ચડતી. પણ તેઓ મહાત્મા ગાંધીજીના સહવાસમાં આવ્યા અને તેમણે એક વાર કહ્યું : - દાસબાપુ ! જે આપણે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા હાય તા આપણે પ્રથમ વ્યસનની ગુલામીમાંથી મુક્ત થવુ જોઈ એ. શુ તમે સીગરેટ છેાડી શકતા નથી ? '
આ વચનેા પર દાસબાપુએ માત્ર એક મીનીટ વિચાર કર્યાં અને હાથમાંની સીગરેટ તેડીને ફેંકી દેતાં કહ્યું: ‘ જાએ આજથી ડી.’ અને તેમણે ફરી કાઇ વાર સીગારેટ પીધી નહિ.
અફીણનું વ્યસન ભારે ગણાય છે, કારણ કે તે એક વાર શરૂ કર્યા પછી સહેલાઇથી છૂટતું નથી અને અનુક્રમે થોડુ ઘેડું વધારવું પડે છે. પરંતુ સંકલ્પબળ મજબૂત હોય તે એ વ્યસન પણ છૂટી જાય છે. અમારે અનુભવ એવા છે કે આવા વ્યસનીએની તલપ બુઝાવવા પ્રારંભમાં તેમને સફરજન ખવડાવવાં જોઇએ, પછી તેનું પ્રમાણ ઘટાડી અને છેવટે બધ કરી દેવા જોઇએ.