________________
૨૧૪
સંકસિદ્ધિ
(૯) કામને ચીવટથી વળગી રહેવું. (૧૦) બુદ્ધિને અનુસરવું. (૧૧) થયેલ ભૂલને લાભ લે. (૧૨) વાટ વસમી દેખાય ત્યારે તેનાથી દૂર જવું. (૧૩) ઠપકે વહેરી લે. (૧૪) ગેરરીતિને સામને કરે. (૧૫) વિસરવું અને ખમવું. (૧૬) વિચારવું અને પછી કરવું. (૧૭) ડું લખે ઘણું કરી માનવું. (૧૮) ઉભરાતા મિજાજને કાબૂમાં રાખ. (૧૯) ઉચ્ચ ધારણ જાળવવું. (૨૦) આફતમાંથી સાર કાઢ. (૨૧) વ્યાજબી ઠપકો ખાઈ લે. (૨૨) આફત આવે હસી લેવું. (૨૩) આબરૂ કરતાં ચારિત્રને મૂલ્યવાન ગણવું. (૨૪) દેખાવ અને સાચાને વિવેક કરે.
સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ “વ્યાપાર-કૌશલ્ય” નામના ગ્રંથમાં આ સૂત્ર પર વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું.
છેવટે અમારે એટલું જ કહેવાનું છે કે “વાતવાતમાં નશીબનાં નગારાં ન વગાડતાં શુભ સંક૯પપૂર્વક કઈ પણ પ્રામાણિક ધંધાને સ્વીકાર કરી તેમાં મસ્યા રહેશે તો એક દિવસ તમારા પર ધનને વરસાદ જરૂર વરસશે.