________________
૧૮૨
સંકલ્પસિદ્ધિ એને અર્થ એમ સમજવાને કે જે જીવન ટકે અને આપણે દીર્ધાયુ થઈએ, તે જ આપણા મહાન સંકલ્પ સિદ્ધ કરી શકીએ અને એ રીતે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ, અન્યથા નહિ. ભૂદેવ આપણને ધનવાન, પુત્રવાન , વગેરે થવાનો આશીર્વાદ આપે છે, તેની સાથે આયુષ્યમાન થવાને આશીર્વાદ પણ આપે છે, તે એજ હેતુથી કે આપણું જીવન લાંબો સમય ટકે અને આપણું હાથે કઈ સારાં કામો થવા પામે.
આપણે રોજનો અનુભવ એમ કહે છે કે જેને નીરોગી રહેતાં આવડે, તેનું જીવન લાંબે સમય ટકે છે અને તે જ જીવનને ખર આનંદ ભોગવી શકે છે.
વર્તમાન દુનિયામાં ચીન-રશિયા વગેરે દેશનાં ૧૫૦ વર્ષથી વધારે આયુષ્યવાળા માણસોની નેંધ થયેલી છે અને ખુદ આપણું દેશમાં પણ ૧૦૦ વર્ષથી વધારે આયુષ્યવાળા અનેક માણો વસે છે. તે બધાયે નીરોગી હોવાના કારણે જ આટલું લાંબુ આયુષ્ય ભોગવી શક્યા છે.
હિમાલયમાં ૩૦૦ થી ૪૦૦ વર્ષના આયુષ્યવાળા ગીઓ હોવાના હેવાલ વર્તમાનપત્રોમાં અનેક વાર પ્રસિદ્ધ થયા છે અને તે પ્રામાણિક પુરુષના હાથે પ્રસિદ્ધ થયા છે, એટલે તે સત્ય હશે કે કેમ? એ શંકાને સ્થાન નથી. આ
ગીઓના અતિ દીર્ઘ જીવનનું રહસ્ય ગમે તે હોય, પણ એક વાત નિશ્ચિત છે કે તેઓ નીરોગી હોવાને લીધે જ આટલું લાંબું જીવન જીવી શક્યા છે.