________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૭ રાજાના માણસેએ ફેરવી ફેરવીને બે-ત્રણ વાર પૂછ્યું, છતાં જવાબ એકને એક મળે, એટલે તેમને હેમ ટળે, અને ત્યાંથી ચાલતા થયા.
આ રીતે કારભારીનો પત્તે નહિ મળવાથી રાજાએ ઢંઢરે પીટાવ્યું કે જે કઈ કારભારીને પકડી લાવશે, તેને રાજ્ય તરફથી મોટું ઈનામ આપવામાં આવશે.”
કારભારીને જે કામ કરવું હતું, તે થઈ ગયું હતું.. ત્રણે ય મિત્રો પરખાઈ ગયા હતા, એટલે તેણે જુડારમિત્રને કહ્યું : “તું આ ઢંઢરે ઝીલી લે અને રાજાની પાસે જઈને કહે કે “હું કારભારીને પત્તો મેળવી આપું, પણ તમે ધારે છે તેવી રીતે કારભારી ગુનેગાર નથી, કારણ કે અખંડ, આયુષ્યમાન કુમારશ્રી સહિસલામત છે અને આપની આજ્ઞા થતાં જ અહીં આવી શકે છે.”
જુહારમિત્રે તેમ કર્યું, એટલે રાજાએ કારભારી અને કુમારને પોતાની આગળ રજૂ કરવાનો હુકમ કર્યો. જુહારમિત્રે તે બંનેને રાજાની આગળ રજૂ કર્યા. આ જોઈને રાજા ઘણો જ ખુશ થયા અને તેને મોટું ઇનામ આપ્યું. પછી તેણે કારભારીને પૂછ્યું કે આ બધું શું છે?” એટલે કારભારીએ અથથી ઇતિ સુધી બધી હકીક્ત કહી સંભળાવી. આથી રાજાએ તેને દીર્ધદષ્ટિવાળે જાણીને ભારે શાબાશી આપી અને તેના પગારમાં મોટો વધારે કરી આપ્યું. પછી કારભારીએ નિત્યમિત્ર અને પર્વ મિત્રને સદંતર ત્યાગ કર્યો અને જુડારમિત્રની મિત્રતા કાયમ રાખી સુખી થયે. ૧૨