________________
સંકલ્પસિદ્ધિ બલવાને સંકલ્પ કર્યો. ત્યારપછી તેમની દુકાને જે વાણોતરગુમાસ્તા આવ્યા તે ટકીને રહ્યા, એટલું જ નહિ પણ શેઠ પ્રત્યે ભારે માન દર્શાવવા લાગ્યા અને પૂરા વફાદાર નીવડ્યા.
એક શેઠે ચાંદીને સટ્ટો કર્યો. શરૂઆતમાં કમાણું બહુ સારી થઈ, એટલે તેમને લાગ્યું કે હવે તે હું કોડ રૂપિયા જરૂર કમાઈ લઈશ અને તેમણે એ સટ્ટામાં યહમ ઝંપલાવી દીધું. તેમને ત્યાં એક વૃદ્ધ મુનીમ હતા, તેમને આ મ્યું નહિ. તેમણે કહ્યું : “શેઠજી! આ કંઈ ઠીક થતું નથી, તમારે આટલું બધું જોખમ ખેડવાની જરૂર શી?”
એ સાંભળી શેઠે કહ્યું: “તમે તમારું કામ સંભાળ. તમારે મને આ બાબતમાં કંઈ પણ કહેવું નહિ.” | મુનીમે કહ્યું: “શેઠજી! હું તે મારું કામ બરાબર સંભાળી રહ્યો છું અને આપને સાચી સલાહ આપવી, એ પણ મારું કામ છે. મેં વર્ષોથી આ પેઢીનું લુણ ખાધું છે, એટલે મને લાગી આવે છે અને તેથી તમને ચેતવવા માટે કહું છું કે આનું પરિણામ સારું નહિ આવે.”
આ સાંભળી શેઠને પિત્ત ઉછળે અને તેમણે કહ્યું: કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં! હું પણ તમને કહું છું કે જે તમે હવે પછી મારી વચ્ચે આવ્યા તે તેનું પરિણામ સારું નહિ આવે. તમે ઘરડા છે, એટલે આજે તે તમારું માન રાખું છું.” | મુનીમે કપાળે હાથ મૂક્યો અને ચૂપકીદી પકડી. આ શેઠ આત્મનિરીક્ષણ કરવા બિલકુલ ટેવાયેલા ન હતા, એટલે