________________
આત્મનિરીક્ષણ કરી નહિ; તેથી મહેલ પડી ગયે, તેમ જે જિજ્ઞાસુઓઉન્નતિના ઉમેદવારે આત્મનિરીક્ષણ વડે પિતાના આત્માની, આંતરિક સ્થિતિની સારસંભાળ કરતા નથી, તેમને સંકલ્પ રૂપી મહેલ તૂટી પડે છે અને તેમને હતાશ થવાને વખત આવે છે, જ્યારે બીજી સ્ત્રીની માફક આત્મનિરીક્ષણ વડે પિતાના આત્માની–પિતાની આંતરિક સ્થિતિની બરાબર સાર– સંભાળ કરનાર જિજ્ઞાસુઓને-ઉન્નતિના ઉમેદવારોને સંકલ્પ અવશ્ય સિદ્ધ થાય છે અને તેમને સુખ, સંપત્તિ તથા ચશના અધિકારી બનાવી દે છે.
આપણી ભૂલો આપણને એમ ને એમ સમજાતી નથી. વળી અભિમાનની માત્રા અધિક હોય તે આપણને એમ જ લાગે છે કે “મારી ભૂલ થાય નહિ. હું જે કંઈ કરું છું, તે વિચારીને જ કરું છું. પરંતુ આત્મનિરીક્ષણ કરતા રહીએ તે એ ભૂલે આપણું ધ્યાનમાં આવે છે અને તેથી તેને સુધારી લેવાની તક સાંપડે છે. આમ થતાં આખી પરિસ્થિતિમાં મેટો ફેર પડી જાય છે.
એક શેઠને ત્યાં કઈ વાણેતર ટકતું નહિ. તેઓ એમ સમજતા કે “આજકાલના માણસ સ્વાથી–લુચ્ચા-પાજી હેય છે. તેમને કેઈ ભરેસે રાખવા જે જ નહિ.” પણ જ્યારે તેમણે આત્મનિરીક્ષણ કરવા માંડ્યું, ત્યારે જ ખ્યાલ આવ્યું કે “પોતાનું વાણોતર પ્રત્યેનું વર્તન ઘણું તુંડમિજાજી છે અને પોતે ગમે તેવી ગાળે બેસી જાય છે. એ દિવસથી જ તેમણે પિતાનું આ વર્તન સુધારી લેવાને તથા ગાળ નહિ