________________
[૧૨] નિયમિતતા
મનુષ્ય શિક્ષિત હોય, આશાવાદી હોય, પુરુષાર્થ કરવાને તત્પર હોય, પણ કેઈ કાર્ય નિયમિત કરવાને ટેવાયેલે ન હોય, તો તે ભાગ્યે જ આગળ વધી શકે છે. વધારે સ્પષ્ટ કહીએ તો અનિયમિતતા એ મનુષ્યની એક એવી કુટેવ છે. કે જે તેના બધા ગુણોને ઢાંકી દે છે અને તેને પીછેહઠ કરવાની ફરજ પાડે છે, એટલે આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, ઉન્નતિ સાધવી હોય, તે અન્ય ગુણોની જેમ નિયમિતતા પણ અવશ્ય કેળવવી જ જોઈએ. | ગમે ત્યારે સૂવું, ગમે ત્યારે ઉડવું, ગમે ત્યારે નાવું અને ગમે ત્યારે ખાવું, એ કંઈ સારી ટેવ કે સારું આચરણ નથી. તેથી અવ્યવસ્થા પેદા થાય છે, પિતાનું આરોગ્ય કથળે છે અને કુટુંબીજનો તકલીફમાં મૂકાય છે. જેઓ શહેરમાં રહે છે અને મર્યાદિત સ્થાનમાં રહીને પિતાને વ્યવહાર ચલાવે છે, તે જે કઈ વ્યક્તિની આવી અનિયમિતતા સહન કરી લે તે તેનું આખું વ્યવસ્થાતંત્ર તૂટી પડે છે, એટલે આવી