________________
૧રર
સંકલ્પસિદ્ધિ (૪) “હમેશાં મીઠું જમજે એટલે કેઈ પણ ભેજનને મીઠું કરીને જમજે. કેઈ પણ ભેજન મહું ત્યારે જ લાગે છે કે જ્યારે ભૂખ કકડીને લાગી હોય. ગમે તેવું સ્વાદિષ્ટ ભોજન પણ વિના ભૂખે મીઠું લાગતું નથી. જેઓ ખરી ભૂખ વિના ખાય છે કે મીઠાઈઓ ખાવાથી જાડા અથવા શક્તિમાન થવાશે એમ માનીને તેનું વારંવાર સેવન કરે છે, તેમની જઠર બગડે છે અને અપચે થાય છે. તે અપચે જ સર્વે રેગોનું મૂળ છે. આયુર્વેદના લાખ લેકને સાર એ જ છે કે પહેલાનું જમેલું બરાબર પચી જાય, પછી જ બીજું ભોજન કરવું. તેથી મીઠું જમવાને અર્થ મીઠાઈઓ ઉડાવવાનું નથી, પણ ખરી ભૂખે ખાવાને છે. જેઓ આ રીતે ભેજન કરે છે, તેમની તંદુરસ્તી બરાબર રહે છે અને તે જીવનને ખરે આનંદ મણી શકે છે.
(૫) “ગામેગામ ઘર કરજે એટલે અનેક ઠેકાણે મિત્રે બનાવજે કે જે સમય આવ્યે ઉપયોગી થાય. જેને કોઈ મિત્ર હોતો નથી, તે આ જગતમાં હારે છે. કેઈ આપત્તિ આવે ત્યારે અન્ય લોકો મીઠું મીઠું બેલીને આશ્વાસન આપે છે, જ્યારે મિત્રે મદદે આવે છે અને ગમે તેટલો ભેગ આપીને પણ એ આપત્તિનું નિવારણ કરે છે. તેથી તારા પિતાએ ગામેગામ ઘર કરવાની જે શિખામણ આપી તે ઘણી સુંદર છે.
(૬) દાખ પડે ત્યારે ગંગાને કાંઠે આજે એટલે તું કઈ પણ દુઃખમાં આવી પડે અને દ્રવ્યની જરૂર