________________
૧૨૦
સકલ્પસિદ્ધિ
પ્રકારના રાગે! ઉત્પન્ન થયા. આજે મારા શરીરમાં તાકાત રહી નથી, તેનું કારણ આ જ છે.
મારા પિતાશ્રીએ પાંચમું એમ કહ્યુ હતુ કે ‘ ગામેગામ ઘર કરજે.' તે પ્રમાણે મેં ઘણાં ગામેામાં જમીન ખરીદીને ત્યાં ઘરો બંધાવ્યાં. પણ એમ કરતાં ત્યાંના લોકોએ કોઈ ને કોઈ પ્રકારની તકરાર કરીને એ બધાં ઘરો અથાવી પાડવાં. હું એકલા બધે કયાં પહાંચું?
મારા પિતાશ્રીએ છઠ્ઠું એમ કહ્યું હતું કે ‘દુઃખ પડે તા ગગાના કાંઠા ખાતુજે.’ તે પ્રમાણે દુઃખ પડતાં મેં ગંગાના કાંઠા અનેક ઠેકાણે ખાદ્યો, પણ ત્યાંથી કંઈપણુ દ્રવ્ય મળ્યુ નહિ અને મારા બધા પરિશ્રમ ફોગટ ગયા.
'
મારા પિતાશ્રીએ સાતમું એમ કહ્યું હતું કે સંદેહ પડે તેા પાટલીપુત્ર જઈ મારા મિત્ર સોમદત્ત વિપ્રને પૂછજે.’ તે પ્રમાણે મને સ ંદેહ પડતાં હું આપની પાસે આવ્યા છું, માટે મને રસ્તા બતાવેા. હવે આપના વિના આ જગતમાં મારું કોઈ જ નથી.
આ પ્રમાણે ભાળાની બધી હકીકત સાંભળીને સેામદત્તે કહ્યું કે હું વત્સ ! તારા પિતા ઘણા જ અનુભવી અને કાબેલ હતા. તેમણે જે શિખામણેા આપેલી છે, તે ઘણી જ સુંદર છે અને તે પ્રમાણે વર્તવામાં આવે તેા કોઈ પણ દિવસ દુ:ખી થવાને વખત આવે જ નહિ. પણ એ શિખામણેાનું રહસ્ય તું ખરાબર સમજ્યા નહિ, બધું જ ઉલટુ