________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ અવર્ણનીય પ્રચાર સાધી મૂકપ્રાણીઓનું હિત સાધન કર્યું. બિચારા જળચર તેમજ સ્થળચર પશુ પ્રાણીઓ પણ નિર્ભય બની રહ્યા, અને અંતરંગ ભાવોથી સૂરિમહારાજના યશગાન કરવા લાગ્યા.
આવા વિણસેલા સમયમાં પણ પિતાના લેકોત્તર પ્રભાવથી સૂરિજીએ યુગપલટો આપે. આથી જ એમના સગુણે પર મુગ્ધ બની સમ્રાટ અકબરે એમને “યુગ–પ્રધાન” પદ વડે અલંકૃત કર્યા. આચાર્ય જૈનતીર્થોની રક્ષાર્થે સમ્રાટ પાસે ફરમાન પ્રકટાવી જૈનશાસનની અનુપમ સેવા બજાવી. એમના જીવનની ઉલ્લેખનીય ઘટના એક એ પણ છે કે સં. ૧૬૬માં સમ્રાટ જહાંગીરે જ્યારે સાધુવિહાર પ્રતિબંધક એક ફરમાન જારી કર્યું, ત્યારે તેમણેજ પાટણથી આગરા જઈ આ ઘાતક ફરમાનને રદ કરાવી જૈનશાસનની અભૂતપૂર્વ પ્રભાવના કરી હતી. વાચકોને આ સઘળી વાતને પરિચય એમની આ જીવનગાથામાં સારી રીતે મળી રહેશે.