________________
પ્રસ્તાવના
૫૫.
પડેયે પ્રભાવ, પ્રચારક યુગપ્રધાન અને ધર્મધુરંધરે એ વહેતા પ્રવાહને વિષે દેશ કાલને અનુસરી પુનર્ઘટનાને નવા સંસ્કારના પ્રાણ પૂરે છે, એ રીતે ધર્મ સંપ્રદાયે પિતાના અનુયાયીઓ અને અનુરાગીઓને આલેક તેમજ પરલોકના કલ્યાણમાં સાધનરૂપ બને છે.
ખરતર ગચ્છના એક મહાન આચાર્ય શ્રીજિનચન્દ્ર સૂરિનું જીવનવૃત્તાન્ત બહાર પાડી લેખક નહટાજીએ એક સારી ઈતિહાસ સેવા કરી છે. ખરતરગચ્છીય સાધુઓએ જૈન શાસન અને સાહિત્યની ઘણું સેવા બજાવી છે. અને હજુ સુધી કાળના પ્રવાહમાં સદેદિત રહી તે ગરછ વિદ્યમાન છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રાયઃ ગુજરાતમાં, પશ્ચિમ હિંદમાં તપાગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ જામી રહ્યો ત્યારે પ્રાયઃ મેવાડ, મારવાડ આદિ રાજપૂતાનામાં અને ઉત્તર હિંદમાં ખરતરગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ થતો રહ્યો. તપાગચ્છ વાળાનું સાહિત્ય ગુજરાતમાં તપાગચ્છીય શ્રાવકે અને સંસ્થાએ એ પ્રકટ કરવાનું સતત જારી રાખ્યું, જ્યારે દુર્ભાગ્યે ખરતરગચ્છીય સાહિત્યને વિશેષ પ્રમાણમાં સતત બહાર પાડવા અર્થે કઈ જબરી સંસ્થા કે શ્રીમંત હજુ સુધી મળી શકેલ નથી. તેથી તેમનું સાહિત્ય બહુ અ૫ પ્રકટ થયું છે. અને તે ગચ્છની શાસન સેવા પ્રકાશમાં પૂરી રીતે આવી નથી
લેખક શ્રી નાહટાજી ખરતરગચ્છ પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ તે છિની શાસન સેવા અને સાહિત્ય સંપત્તિ જનતા સમક્ષ મૂકવાના દઢ અભિલાષ સેવી રહ્યા છે. અને તેના પ્રથમ પ્રયાસરૂપે બે ત્રણ ગ્રન્થ બહાર પાડી આ જીવનચરિત્ર અને પ્રમાણે સહિત પરીશ્રમપૂર્વક લખી પ્રકટ કરે છે અને “ઐતિહાસિક જેન કાવ્ય સંગ્ર” નામનો સંગ્રહ પિતાની માહિતી ભરપૂર પ્રસ્તાવના સહિત ડા સમય પછી પ્રકાશિત કરશે (કરી ચૂકયા છે, તે સ્તુત્ય છે. તેમની શુભેચ્છા પાર પડે એ સી કઈ ઈચ્છશે.