________________
પ્રસ્તાવના
૨૫
મંદિર, પ્રતિમાઓ વગેરેના ઉત્કીર્ણ લેખે એકત્રિત કરી સમગ્ર ભારતમાંના પૂર્વજોનાં ગૌરવ બતાવી શકે.
જેવી રીતે દેશભક્તિ પદા કરવા માટે દેશનો પ્રાચીન ઇતિહાસ શેાધા જોઈએ, તેવી જ રીતે ધર્મપ્રેમ તથા ધર્મગૌરવ તે તે ધર્મના મૂલ પુરુષના ભવ્ય જીવનચરિત્રે, એતિહાસિક પ્રમાણવાળાં બહાર પાડવાથી જ જામે. એમાં ધાર્મિક દ્રષ્ટિ સાથે ઐતિહાસિક દષ્ટિ સંકળાએલી રહેવી જોઈએ. આવા પ્રકારનો પ્રયાસ આ જીવનચરિત્રમાં થએલે છે.
ધાર્મિક પુરુષના જીવનચરિત્રે એ પણ એક પ્રકારનું લેકે પગી સાહિત્ય છે. “સાહિત્યમાં કોમી તડા પડે એ વધુમાં વધુ અનિષ્ટની વાત છે એ કથનમાં રહેલું સત્ય સ્વીકાર્ય છે; અને એ લક્ષમાં રાખી જૈન કે જૈનેતર-કેઈપણ ઐતિહાસિક સાહિત્યમાંથી જૈન કે જૈનેતર લેખકે તેજ સાહિત્યને વળગી રહીને અન્ય સાહિત્યની ઉપેક્ષા કરવાની નથી, પણ બને સાહિત્યમાંથી મળતી હકીક્ત મેળવી બન્નેને સત્ય આકારમાં તટસ્થતાથી અને વ્યાપક દૃષ્ટિથી રજુ કરવાની છે. જો કે એમ કરવામાં બધા લેખક શક્તિમાન હોતા નથી, ત્યા સફળ થતા નથી, છતાં જે લેખક તરફથી તત્કાલીન સાહિત્ય પર નિષ્પક્ષપાત દષ્ટિ રાખી તેમાંથી પિતાના વિષય પૂરતી સામગ્રી મેળવી તે કાળની બિનાઓને કેવળ એક શુભ અખંડ અમિશ્રિત નિર્દેશ થાય, તે લેખકને તેટલે અંશે અભિનંદન આપવું
ગ્ય છે. આમાં ખાસ પળે પળે સ્મરણમાં રાખવું આવશ્યક છે કે સાંપ્રદાયિક મેહ કે કોમી દૃષ્ટિને ઇતિહાસની ચાળણીમાં ચાળી નાખવાં જોઈએ. ભટ્ટીમાં ગાળી ભસ્મ કરવા જોઈએ. તેમ થાય તો જ સત્યદેવનું આરાધન થઈ શકશે.