________________
પ્રસ્તાવના
૨
પિપડા ઉખેડા-ઉકેલ, અને હું ખાત્રી આપું છું કે, એમાંથી તમને રસ ભરપૂર લેખન સામગ્રી જડી (મળ) રહેશે. તેજ પ્રમાણે જૈન તવારીખમાંથી આ દેશના યુગેયુગમાં કામ આવે તેવી લેખન સામગ્રી લેખકોને મળી રહે તેમ છે.
જૈનોએ દેશનો ઇતિહાસભંડાર અને સાહિત્યનિધિ સાચવી રાખે છે, તેમાં ઘણાએ અપ્રગટ પડે છે, જૈનની ખુદની તવારીખ, તેના મહાન શ્રાવકેની, પ્રતિભાશાળી આચાર્યોની–સાધુઓની, પવિત્ર તીર્થોની, કલામય મંદિરોની, ગચ્છની–સંપ્રદાયની તવારીખ અણઉકેલી, સિલસિલાબંધ અણલખેલી, છિન્નભિન્ન દશામાં, પણ છૂટક છૂટક પ્રચુર માહિતી આપનારી ઘણી સામગ્રીવાળી સ્થિતિમાં પડી છે, તેમાંથી દેશના પ્રજાજીવનને લગતી રસભરી હકીક્ત પણ ખૂબ મળી આવે તેમ છે.
એ સૌભાગ્યનો વિષય છે કે વર્તમાન યુગમાં અનેક બળ પિકીનું એક બળ તે આપણે દેશના પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિના પ્રમાણિક અભ્યાસમાં ઊંડા ઉતરવાની સત્યશોધક વૃત્તિ જન્મી ચૂકી છે. કેવળ કપોલકલ્પિત દંત કથાઓને ભરોસે રહી આપણા ભૂતકાળને મજજવલ માન્યા કરવાની અથવા તો વિદેશી યા અન્ય ઇતિહાસકારોએ કરેલ કેવળ ઉપરછળા સંશોધન પર અવલંબીને આપણા અતીતની હીણી ગણના કરવાની–એ બને આદતો વચ્ચે આ તુલનાત્મક સંશાધન દષ્ટિ ઈષ્ટ કાર્ય સાધનારી છે.
આવી વૃત્તિએ કેવળ દેશ અને પ્રાંતની જ નહીં, પણ એકેક પ્રાચીન નગરની પ્રાચીનતા તપાસવાનું શરુ થયું છે.