________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૩
ચરણપાદુકા પણ છે. ત્યાં દર વરસે ભાદરવા સુદિ ૨ ના રોજ મંદિરમાં દૂધની વર્ષા થાય છે, એ પ્રત્યક્ષ ચમત્કાર છે. એગીએ લાવેલ મહાદેવજીનું મંદિર પણ અરણાદ પાસે વિદ્યમાન હોવાનું સંભળાય છે.*
એકવાર સૂરિજી ગઢવાલ (બાડમેર આસપાસના) પ્રદેશમાં પધાર્યા, ત્યાંના શ્રાવકને ધાર્મિક તથી અનભિજ્ઞ અને વિવેક હીન જોઈ ધર્મબોધ આ, અને શૌચ પ્રવૃત્તિથી ૨હિત એવા તે પ્રદેશના બધા શ્રાવક સમાજને શૌચવૃત્તિમાં
જિત કર્યા, એટલે આ પ્રસંગની એક કહેવત તે પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ જે આજેય પ્રસિદ્ધ છે – જિનચન્દ્રસૂરિ બાબો ભલેજ આવિયે, સાઠ વરસે હાથમેં પાણી લિરાવિયે.”
એકવાર સૂરિજી સેવાવા નામના ગામે પધાર્યા, ત્યાંના સંઘ એમનું ભારે સ્વાગત કર્યું, એનગરમાં મહધિક ચેપડા ગેત્રીય ધનાશા નામના શેઠ રહેતા હતા, સંતાન ન હોવાથી તેઓ સદા ઉદાસીન રહેતા હતા. સૂરિજીના સામર્થ્યને જાણી એમણે પિતાનું દુઃખ સૂરિજી મને કહી બતાવ્યું. સૂરિજીએ કહ્યું કે ધર્મજ ઈચ્છિત વસ્તુને આપવાવાળો છે, માટે નિઃશંક બની અધિકાધિક ધર્મારાધના કરે, કે જેથી આલેક અને પરલોક બંનેનાં કાર્ય સિદ્ધ થાય. સૂરિજીના ઉપદેશથી તેઓ વિશેષરૂપે એકચિત્ત ધર્મધ્યાન કરવા લાગ્યા. ક્રમશઃ એમને સાત પુત્રો થયા. એક
* આવીજ ચમત્કારિક દંતકથા નાડેલના મંદિર સંબંધે જાણીતી છે, એ બાબતમાં વડવા જૈન મિત્રમંડળના સમેતશિખર સ્પેસ્યલ ટ્રેન “સ્મરણુંક', અને કોનફરંસ-હેરલ્ડના ઈતિહાસ સાહિત્ય અંકમાં યશોભદ્રસૂરિજીનું ચરિત્ર જુઓ.