________________
૨૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
જેમાં પિતાના ઉપકારી ગુરૂદેવ શ્રીજિનચંદ્રસૂરિજીની મૂર્તિ સ્થાપિત કરી, (૨) ઝવેરીવાડના ચૌમુખજીની પિળમાં શ્રી શાંતિનાથજીનું ચૌમુખ મંદિર, જેનો જીર્ણોદ્ધાર સં. ૧૨૦માં ઝવેરી શ્રી મેહનલાલ મગનભાઈના પિતા મગનભાઈ હકમચંદે કરાવ્યો હતે. (૩) હાજા પટેલની પળના ખુણામાં શ્રી શાંતિનાથજીનું મંદિર.
ગિરિરાજ શ્રીસિદ્ધાચલજી પર “ખરતર વસહી” માં ચૌમુખજીના મંદિરનું નિર્માણ કરાવ્યું, જેમાં ૫૮ લાખ રૂપિયા ખર્ચ થયે. ૪
આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાંજ એમને સ્વર્ગવાસ થઈ જવાથી સમજીને પુત્ર રૂપજીએ સં. ૧૬૭૫ માં શ્રીજિનરાજસૂરિજીના કરકમળે પ્રતિષ્ઠા કરાવી.
શેઠ સમજી શિવાજીનું સ્વધામ વાત્સલ્ય ખૂબ પ્રશંસનીય અને અનુકરણીય હતું, જેનું એક ઉદાહરણ નીચે દેવાય છે. એક વખત કઈ અજાણ્યા સ્વમ બંધુએ વિપત્તિને સમયે એમના ઉપર સાઠ હજાર રૂપિયાની હુંડી કરી નાંખી. જ્યારે હુંડી વટાવવા માટે એમની પાસે આવી ત્યારે એમનાં મુનીમ ગુમાસ્તા આદિ કર્મચારીઓએ તમામ ખાતા જોઈ નાંખ્યા, પણ હુંડી કરવાવાળાનું ક્યાંય નામ નહતું. ત્યારે વિલક્ષણ બુદ્ધિશાળી અને અનુપમ ઉદાર વૃત્તિધારક એમજીએ એ હુંડીને
૪ મીરાં, તે અહંમદીમાં લખ્યું છે કે આ મંદિર બનાવવામાં ૫૮૦૦૦૦૦) રૂપિયા ખર્ચ થયો, કહે કે ૮૪૦૦૦) રૂપિયાની તે કેવળ રસ્સી-ડેરિજ લાગેલી. મંદિરની વિશાળતા અને સુંદરતા જોતાં જરાય સંદેહ નથી આવતા.