________________
ભક્ત શ્રાવક ગણ
૨૩૯
અજાયબદે સાથે આવ્યા હતા, જેનો ઉલ્લેખ સં. ૧૬૮૧ માં રચાએલ શ્રીજિનસાગરસૂરિ રાસમાં આ પ્રમાણે છે"कुम्भलमेरई जिन थुणि ए, मेवाडई गुण गान । उदयपुरानउ राजियउ ए राणउ “करण' द्यइ मान ॥९॥" "लखमीचंद सुत परगडा ए, रामचन्द रघुनाथ । चित्त धरि व दइ प्रहसमइ ए, अजायबदे सुत साथ ॥ ९५॥"
આ અવતરણથી સં. ૧૬૮૦ માં રામચંદ્ર રઘુનાથની અવસ્થા ઓછામાં ઓછી હોય તે પણ ૧૦-૧૨ વર્ષની તે હેવી જ જોઈએ, એથી ગર્ભવતી સ્ત્રી ભાગી ગઈ અને એના વડે વંશ ચાલ્યાની વાત તદ્દન કલિપત અને અર્થ વગરની છે.
(૫) અમને જ્યાં સુધીની વંશાવલી મળી છે, એમાં “ભાણનો કોઈ ઉલ્લેખ નથી. મંત્રીશ્વર કર્મચંદ્રના જીવનચરિત્ર પરથી એમના અનેક સગુણો અને અસાધારણ બુદ્ધિવિભાવને પરિચય મળે છે. એમના વંશજો હાલમાંય ઉદયપુર રાજ્યના ઉચ્ચ પદાધિકારી અને પ્રતિષ્ઠા સંપન્ન છે, એમને વિષે વધુ જાણવા માટે “ઓસવાલ જાતિકા ઈતિહાસ” જે જોઈએ. - હવે સૂરિજીના શ્રાવકરત્ન સંઘવી “સમજી શિવા” ને સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ –