________________
૨૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
નામે (પ્રસિદધ ક્ષેત્રપાલ) લેકેથી પૂજાય છે. અત્યાર “રાંઘડી ચેક પહેલાં “માણકક”હતો. પરંતુ ત્યાં આ યુદ્ધમાં ઘણાં રાંગડ (રજપુત) માર્યા જવાથી ઉકત સ્થાન “રાંગડી” નામથી પ્રસિધ્ધ થયું. ઉક્ત પુસ્તકમાં ભાટ-મથેરણની વંશાવલિ (વહી) કર્મચન્દજી દ્વારા કૂવામાં નંખાયાની, રાજા સૂરસિંહે એના પુત્ર નીવરાજ (?) ને બેલાવી “ખિયાસર” ગામ, અને કારખાનામાં વચછાવતને હાજર રહેવાનું સન્માન દેવાની આદિ ઘણી વાતે લખેલી છે.
અમે ઉપરત કથન સાથે પૂરા સહમત નથી, અમારી નવી ઐતિહાસિક શોધખોળમાં જે સમસ્યાઓનાં તથ્ય નિર્ધારિત થયા છે, તે આ છે –
(૧) મંત્રીશ્વર કર્મચન્દ્રનું મૃત્યુ સં.૧૬૫૬માં અમદાવાદમાં થયું હતું, એ વાત તે સમયે લખાયેલ “વિહાર પત્ર” થી સિધ્ધ થાય છે. આથી અકબરના મૃત્યુ પછી એમનું અવસાન દિલ્હીમાં થયાની વાત મિથ્થા સાબિત થાય છે. “વિહારપત્ર”થી એમ પણ જાણવા મળે છે કે સમ્રાટ અકબર એ સમયે (દક્ષિણ જીતવા) બુરહાનપુર ગયા હતા. પં. દશરથજી શર્મા એમ. એ. ના કથનાનુસાર બીકાનેર સ્ટેટના શાહી ફરમાનામાં એ સમયે મહારાજા રાયસિંહને યુધમાં સહાયતા કરવા નિમિત્તે દક્ષિણમાં
લાવ્યાનું પણ એક ફરમાન ઉપલબ્ધ છે. સંભવ છે કે માર્ગમાં રાયસિંહજી મંત્રીકવરના અંતિમ સમયે અમદાવાદમાં મળ્યા હોય.
(૨) સંવત ૧૬૮૧ માં રચિત “જિનસાગરસૂરિ રાસ” થી જાણવા મળે છે કે સં. ૧૬૭૬ લગભગ જ્યારે શ્રીજિનસાગર