________________
યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ સદીમાં રચાએલ અને લખાએલ ગ્રન્થોની સંખ્યા બહુ મોટી છે. આમ સાહિત્યની દૃષ્ટિએ પણ આ યુગનું વિશેષ મહત્તવ છે.
સમ્રાટ અકબર આદિ તત્કાલીન રાજ્યશાસકે પોતે પણ વિદ્યાવિલાસી હતા, ને એથી પ્રત્યેક ધર્મપ્રચારક વિદ્વાનની કસટી એની વિદ્વત્તા અને એના આચરણથી થતી. આ કસોટી જૈન વિદ્વાનોએ એવી ઉત્તમ રીતે પાર કરેલ કે જેના અંગે રાજ્યશાસક તેમજ અન્ય વિદ્વાન પર એમણે પિતાને અસાધારણ પ્રભાવ જમાવી દીધું હતું. આના પરિણામરૂપે આ સમયમાં એવા કેટલાંયે કાર્યો થયાં જે ચિરસ્મરણીય રહેશે. સમ્રાટ અકબરના શાસન દરમ્યાન પ્રજાએ જે શાન્તિ અને સંતોષ અનુભવ્યાં છે, તેમાં જૈનાચાર્યો અને વિદ્વાનોને સતત ઉપદેશક મુખ્યત્વે કારણભૂત છે. . આ પહેલાં અને આ પછી પણ જૈનાચાર્યોએ સમય સમય પર રાજસભાઓમાં ખૂબ ખૂબ સન્માન પ્રાપ્ત કરેલ છે, જૈનધર્મની જમ્બર સેવા બજાવેલ છે, અને ધર્મને પ્રચાર કરી શાસનની પ્રબળ પ્રભાવના કરી છે. આર્યનૃપતિઓની તે વાતજ શું કરવી? પ્રત્યેક વિદ્યાવિલાસી રાજવીઓની રાજસભામાં એમની વિદ્વતપ્રિયતાના પ્રમાણે મૌજુદ છે. એમણે એમની પ્રખર મેઘા અને અસાધારણ પાંડિત્યથી અજૈન વિદ્વાને પર પિતાની વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ ચારિત્ર્યને ભારે પ્રભાવ પાડેલે છે. - રાજસભાઓમાં ખરતરગચ્છાચાર્યો
ખરતર ગચ્છીય વિદ્વાનેનું રાજસભાઓમાં અનુપમ માન હતું. “ખરતર” બિરુદ પ્રાપિતથી માંડીને જે જે આચાર્યોએ રાજસભાઓમાં પિતાને પ્રભાવ પાડી સન્માન