________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ
અગ્રિમ વક્તવ્ય
સત્તરમી સદી એટલે ભારત વર્ષને સુવર્ણયુગ. આ પહેલાંની કેટલીક સદીઓની તુલનાથી પ્રસ્તુત કાળ યુગાન્તર જે ફલિત થાય છે. આ એ સમય હતો જ્યારે જૈન ધર્મ ભારે ઉન્નત અવસ્થાને પામ્યા હતા. આચાર્યદેવની આજ્ઞાને પ્રભાવ કેઈ શાહી આજ્ઞાથીયે અધિકતર પ્રબળ લેખાતે, ને આજ કારણે પ્રત્યેક ગચ્છ કે સમુદાયનું સંગઠન એટલું સુદઢ હતું કે તેની સામે ભલભલી સત્તાઓ પણ ટક્કર ઝીલવાને અસમર્થ નીવડતી, ને શિર ઝુકાવતી. આ સમયે ભક્તિવાદનું સામ્રાજ્ય ખૂબજ પ્રબળતાથી પ્રવર્તતું હતું. કેવળ જૈન ધર્મમાં જ નહીં, બલકે અન્ય ધર્મોમાં પણ ભક્તિરસ પ્રાધાન્યપદ ભગવત હતે, અમે આપણું ચારિત્રનાયકના ગુણાનુવાદની તે કાળની લખેલી ૧૦૮ ગહૂલિઓ (ભક્તિ કાવ્ય)ને સંગ્રહ કરેલ છે, જેના અભ્યાસથી તે સમયના વિદ્વાનેને આચાર્ય દેવ પ્રત્યે કેટલે ઉડે ભક્તિભાવ હતું, તેને સારે પરિચય સંપ્રાપ્ત થાય છે.
હિન્દી ભાષાને અધિકાધિક પ્રચાર અને સુવ્યવસ્થિત અવગાહનને પ્રારંભ પણ આજ શતાબ્દીથી થયેલ છે. આ