________________
૧પ૦
યુગપ્રધાન
જનચ દ્રસૂરિ
ઉપદેશ આપી ચતુર્વિધ સંઘ સાથે ખમત-બામણા કર્યા. અન્ય દેશ-દેશાંતરના સંઘને પણ પત્ર મારફતે ધર્મલાભ સાથે ખમત–ખામણ લખાવ્યા. ત્યાર પછી ચોરાસી લાખ છવાયેનિને શુધ્ધ મનથી ખમાવી, પાપસ્થાનકોને નિરોધી, સમાધિપૂર્વક અનશન ગ્રહણ કર્યું. ચાર પ્રહરનું અનશન પાળી ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનમાં લીન બન્યા, અને પિતાના પૌગલિક દેડને વિસજનકરી આસે (ગુ. ભાદરવા) વદી ૨ના રોજ સ્વર્ગે સીધાવ્યા.
આમ જગતની આ અનુપમ જ્યોતિ સદાને માટે વિલીન થઈ ગઈ દુર્દેવ કરાલ કાળે આવા મહાપુરુષને પણ નથી છોડ્યા. પુદ્ગલની નિઃસારતાને આજે જગતની જનતાને, ને ખાસ કરીને તત્વજ્ઞ જૈન સમાજને પૂરેપૂરો પરિચય મળી ચૂક્યો. દેશભમાં તે સર્વતઃ સુંદર અને વિધિપૂજ્ય દેહે સદાને માટે રૂક્ષતાભર્યો ઉત્તર આપી દીધે, તત્કાલીન તે તે સાધનો દ્વારા એ શેર સમાચાર છેડાજ સમયે દેશ દેશમાં પ્રસરી ગયા એટલે ભારે વિષાદ અને હાહાકાર મચી ગયે. ધોળે દિવસેય સર્વત્ર અંધકારજ અનુભવાતો હતો. કારણ? એ જ્ઞાનાત્મક તેજોમયી પ્રભા સદાને માટે અદશ્ય થઈ ગઈ. એ દેદિપ્યમાન જ્ઞાનદીવડે કાળવાયુના ઝંઝાવાતથી અંધકારની ભિતરમાં ચાલ્યો ગ. ગુરુવિરહાગ્નિની શરુણ જવાળાઓ લેકોના હૃદયમાં પ્રજજવલી ઉઠી. એ જવાળાઓ નેત્રોમાંથી આંસુરૂપે આવિર્ભાવ પામીને મેઘઝડીની માફક વહેવા લાગી ગઈ. તે સમયનું દ્રશ્ય જે ન જાય એવો હૃદયદ્રાવક શોકમય થઈ જવા છતાં ભાવભીના દ જ્યાં ત્યાં જોવા મળતા. જાણે કે વિષાદના પ્રલયપૂરમાં સારોય સંસાર ડૂબી ગયા હતા.
અજિલી અત્યેષ્ટિ કિયા કરવા બિલાડાના સ્થાનીય સંઘ