________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૨૩
સં. ૧૬૫ર ના માહ શુક્ર ૧૨ ને રવિવારે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં સૂરિમહારાજ આયંબિલ અને અષ્ટમ તપૂ ક નિશ્ચલ ધ્યાન સાથે નૌકામાં બેસી પાંચ નદીઓના સ’ગમ સ્થાનમાં પધાર્યાં, કે જ્યાં પાંચે નદીએ પેાતાના તીવ્ર વેગે વહેતી આવી મળી હતી સૂરિજીના નિશ્ચલ ધ્યાનથી નૌકા ત્યાં સ્થિર થઈ ગઈ. સૂરિમહારાજ પરમ પવિત્ર દેવાધિષ્ઠિત સૂરિ-મ ́ત્રનું ધ્યાન ધરવા લાગ્યા. એમના નિલ ધ્યાન અને શીલ તપાદિ સદ્ગુણૈાથી આકર્ષાઈ, માણિભદ્રાદિ યક્ષ, પાંચ નદીના અધિષ્ડાતા પાંચે પીર અને ખેાડિયાદિ ક્ષેત્રપાલ એમની સેવામાં હાજર થયા, અને ધર્માંન્નતિના કાર્યમાં સહાય કરવાના વચન આપ્યાં.
* પંચ નથી વાંચે પર સાધ્યા, ચોકિયા ક્ષેત્રપાળ ! जल वहै जेथ अगाध, प्रवहण थांभिया तत्काळ ॥
[ સમયસુન્દરકૃત જિનચન્દ્રસરિ ગીત ]
પંચ નદી સાધનાની વિધિની તત્કાલીન લખેલ પ્રતિ ( ૫ • ૩ ) બીકાનેરમાં શ્રીપૂયજી શ્રીજિનચારિત્રસૂરિજીના સંગ્રહમાં છે, એની નકલ અમારી પાસે છે, એમાં પાંચ પીરાના નામ આ પ્રમાણે છે.
(૧) અંદિર (ર) કાન્ડુ (૩) લંજા (૪) સામરાજ (૫) ખજ. આ પાંચે પીરે ક્રમશ : આ નદીના અધિષ્ઠાતા છે:
--
૧ વિદ્વત્ય ( જેલમ ) ૨ રાજ્ય ( રાવી ), ૩ ચિન્નાહ ( ચિનાબ ) ૪ વ્યાહુ (વ્યાસ ) ૫ સિંધુ.
આ પાંચ ઉપરાંત બીબીરાસ્તા અને માણિભદ્રયક્ષ ખાડિયા ક્ષેત્રપાલને પણ સાધવામાં આવે છે.
સરજીમહારાજ પાંચ નદીને સાધતા હોય એ ભાવનું સુંદર ચિત્ર આમ્રૂપૂરચન્દ્રજી નાહરના સંગ્રહમાં છે તેની પ્રતિકૃતિ આ રહી.