________________
૧૦૨
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ આવ્યું. આ પ્રમાણે શાહજાદા સલીમ તેમ જ શેખ અબુલફજલ આદિ સમ્રાટના આત્મીયજનને પણ ભેટપૂર્વક સત્કાર કર્યો મંત્રીશ્વર સમ્રાટના સામાજિકાધ્યક્ષ પદ પર નિયુક્ત હતા. આથી એ વિભાગના તમામ કર્મચારીઓ અને અન્ય અધિકારિઓનું પણ ઉચિત સન્માન કરવામાં આવ્યું.
આમ આ મહાન મહોત્સવ અવર્ણનીય આનંદ, અનુપમ ઉત્સાહ અને અસાધારણ ભક્તિથી સંપૂર્ણ થયે. એ સમયના ભાવુક લોકેના ઉલ્લાસ, શુભભાવ અને હર્ષને અનુભવ તો જેઓ એ ઉત્સવમાં હાજર હતા. તેઓજ કરી શકે. આ જડ લેખિની દ્વારા એ આનંદનું વર્ણન કરવું શક્ય નથી. તે પણ સંક્ષિપ્તમાં એટલું તો અવશ્ય કહેવું પડશે કે એ ઉત્સવ અષ્ટપૂર્વ, પરમગૌરવ સંપન્ન અને જૈનશાસનની ભારે ઉન્નતિ અને ઉત્કર્ષ સાધવામાં અદ્વિતીય હતા. - સૂરિમહારાજે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક અને દિવસે “જય તિહુઅણ પઢાલ)વાનો શાશ્વત (હંમેશાને માટે કાયમ) આદેશ બેહિત્ય (બેથરા) વંશની સંતતિને આપ્યો અને આજ ત્રણે પર્વોના પ્રતિકમણમાં સ્તુતિ બલવાને આદેશ શ્રીમાને (સદાને માટે) આપે.*
x बोहित्थ संतति नइ दियइ, युगप्रधान गणधारो रे। पक्ष चउमास पजूसणइ, श्रीजयतिहुअण सारो रे ॥ ७८ ॥ तिम चौमासइ, पाखीयई संवत्सरियइ थुइ रे। पडिकमणइ संध्यातणे, श्रीमालांनइ हुइ रे ॥ ७९॥
[ કર્મચન્દ્ર વંશાવલી પ્રબંધ ચૌ.] બીકાનેરમાં હજીયે ખરતરગચ્છમાં વચ્છાવતનું ધાર્મિક કાર્યોમાં સારૂં સન્માન છે.