________________
ગુરૂદેવે તેમને શાસનની સેવા કરવાનો મહામૂલો સંદેશ આપ્યો હતો અને મંગળ આશીર્વાદ આપ્યા હતા.
ગુરૂદેવના સ્વર્ગવાસ પછી ગુરૂદેવના આરંભેલા અનેક કાર્યો પૂર્ણ કરવા શ્રાવક સંઘના આગ્રહથી ૨૦૦૮ નું ચાતુર્માસ પાયધુની શ્રીમહાવીર સ્વામી દહેરાસરમાં કર્યું. અહીં ઘંટાકર્ણ મહાવીરના મનોરમ ગોખની બાજુમાં આરસ પાષાણને સુંદર ગોખ બનાવરાવી ગુરૂમહારાજ શ્રીજિન ઋદ્ધિ સૂરિજીની મનોરમ મૂર્ત સ્થાપિત કરાવી અને તે નિમિત્ત બે અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા એમાં લગભગ પંદર હજાર રૂપિયાનો ખર્ચ થયો.
ચાતુર્માસ પૂર્ણ થયે સિદ્ધાચળની યાત્રાની ભાવના થવાથી વિહાર કર્યો–બોરીવલી આવ્યા. અહીં શ્રીસંઘના આગેવાનોએ વિનંતી કરી કે આપશ્રીના ગુરૂદેવે આરંભેલ આ દહેરાસરજી તથા ઉપાશ્રયનું અધૂરું કામ આપ સિવાય બીજા કોઈથી પૂરું થઈ શકે તેમ નથી. માટે આપ કૃપા કરી અત્રે સ્થિરતા કરો અને અમારા શ્રીસંઘની ભાવના પૂર્ણ કરો. લાભનું કારણ જાણે શ્રીગુલાબ મુનિ બોરીવલી રોકાયા-સંઘમાં આનંદ આનંદ ફેલાવી ગયો. બોરીવલીના મંદિર અને ઉપાશ્રય નિમિત્તે ફંડ માટે પ્રેરણા કરી. પરાઓમાં પણ વિચારી રૂપીયા પચાસ હજારનું ફંડ કરાવી આપ્યું. ઉપરાંત શ્રી મહાવીર સ્વામીના દહેરાસરથી રૂ. તેર હજારની મદદ મંજુર કરાવી આપી. આથી બોરીવલીના દહેરાસર ઉપાશ્રય તથા દાદાસાહેબની દેરીનું કામ ત્રણ વર્ષે પૂર્ણ થયું. આ છેલ્લા ત્રણ ચોમાસાના શેષ કાલમાં પરાઓમાં વિચરી ધર્મ ઉદ્યોતના અનેક કાર્યો કરાવ્યાં. તેમ ખરતર ગ૭ શ્રીસંઘની અત્યાગ્રહ ભરી વિનંતિથી ગુલાબ મુનિજીએ પાયધુનીના ઉપાશ્રયમાં સં ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૧ એમ ત્રણે ચાતુર્માસ આનંદ પૂર્વક કર્યા.
સં. ૨૦૧૨ ના જેઠ સુદ ૬ ના રોજ બોરીવલીના દહેરાસરની પ્રતિષ્ઠા શ્રીગુલાબમુનિજીના હાથે ધૂમ ધામપૂર્વક કરાવવામાં આવી. અને શ્રીસંભવનાથ પ્રભુ તથા દાદાજીની મૂર્તિ વગેરેને ગાદી નશીન કરવામાં આવ્યા. ચાતુર્માસ ગણિ શ્રીબુદ્ધિમુનિ મહારાજ સાથે પાયધુની શ્રીમહાવીર સ્વામીના ઉપાશ્રયે કર્યું.
કચ્છ માંડવીની દાદાવાડીના જીર્ણોદ્ધાર માટે ખરતરગચ્છ સંઘ તરફથી શાહ મોહનલાલ પોપટલાલ આવ્યા તેમની સાથે ફરીને ૭૮ હજાર લગભગનું