________________
૧૨
પામ્યા. તેમની વૈયાવચ્ચ ગુલામમુનિએ ખૂબ કરી હતી. ફરી પાંચ વર્ષે પછી ગુરૂદેવની સૌમ્ય મૂર્તિ યાદ આવી અને ગુરૂદેવની કૃપાદૃષ્ટિથી પાંચ વર્ષના વિયોગપછી ગુરૂદેવના ચરણમાં પહોંચી ગયા-ગુરૂ દેવની તો એજ અમીભરી ષ્ટિ હતી. પછી તો જ્ઞાન-ભક્તિ અને સેવાના મંત્રો જીવનમાં તાણાવાણાની પેઠે વણાતા ગયા પુણ્યરાશિ ગુરૂદેવે અસીમ કૃપાથી સ્તોત્રો છંદો, તત્વજ્ઞાન વગેરે ખૂબ સીખવ્યું. અને આપણા ગુલામમુનિનો બેડો પાર થઇ ગયો.
પ્રથમના ગુરૂદેવ શ્રીરૂપચંદજી મહારાજ પણ મહા ઉપકારી હતા. તેમણે તો સ્વર્ગમાંથી યાદ કરી સિદ્ધાચળની ભૂમિમાં પુનર્જીવન માટે સ્વપ્નમાં પ્રેરણા કરી અને યોગનિષ્ઠ આચાર્ય શ્રીએ ગુલાબમુનિને પોતાનો પ્રાણ પ્રિય શિષ્ય અનાવ્યો. ગુલાબ મુનિની પહેલેથી એકવડી કાયા. નબળું શરીર હોવાના અંગે શરીર સંપત્તિ ઘણી નાજુક છતાં આત્મબળ જખરૂં. સેવા ભાવ ઉત્કટ અને સહન શીલતા ઘણી. ગુરૂદેવ પણ એવા દયાળુ કે તેઓ ગુલાબ મુનિની રક્ષા કરતા અને તેમની તબીયતની માટે ચિંતા સેવતા કોઇ કોઇ સમયે પોતાના ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરીને અજ્ઞાન પણે અસાતા ઉપજાવી. હશે પણ એ કૃપાદૃષ્ટિએ તો ગુલામ મુનિ તરફ અમી દૃષ્ટિજ વરસાવી હતી.
બન્ને ગુરૂ અને શિષ્યનો એવો ગાઢ સંબંધ બંધાઇ ગયો હતો કે ગુરૂદેવની ચરણ સેવામાં છેવટ સુધી ગુલાબમુનિ રહ્યા અને ગુરૂદેવના અંતિમ આશીર્વાદ પામ્યા.
ધર્મ ઉદ્યોત
આજીવન ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરિની સેવામાં ખાવીસ ચાતુર્માસ, અને ગુરૂ મહારાજની સાથેજ વિચર્યાં. પોતે જ્યાં જ્યાં ચાતુર્માંસ કર્યાં ત્યાં બધી જગ્યાએ દાદા સાહેબ શ્રીજિનદત્ત સૂરિની જયંતિ ખૂબ ઢાઠમાઠથી ઉજવી.
સં ૨૦૦૮ માં શાંતમૂર્તć દીર્ઘ તપસ્વી યોગનિષ્ઠ ગુરૂદેવ શ્રીમદ્ જિન ઋદ્ધિસૂરીશ્વરજી મુંબઈમાં સ્વર્ગવાસી થયા. જૈન સમાજ અને ખાસ કરીને ખરતર ગચ્છને એક મહાન તપસ્વી આચાયની ભારે ખોટ પડી ગઇ. આપણા શ્રીગુલામમુનિએ ગુરૂદેવની એવી તો સેવા-શુશ્રુષા કરી હતી કે