________________
૯૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કરી એમણે પિતાના આચારનું જે દઢતાથી પાલન કર્યું છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અનેક કષ્ટ સહન કરવાના હોવા છતાં અને અમેએ ઘણું ઘણું કહ્યું હોવા છતાંય તેઓ પિતાની પ્રતિજ્ઞાએથી ચલિત ન થયા. એમની કર્તવ્યનિષ્ઠા તેમજ નિરીહતા હિંમેશાં મારા હૃદયમાં આનંદ અને આશ્ચર્ય પેદા કરે છે. એમના ઉપદેશથી મેં કાશ્મીરમાં તળાવના માછલી આદિ જળચર પ્રાણીઓને અભયદાન બક્યું હતું. તે હવે આપ કૃપા કરી એમને (માનસિંહજીને) આપની પાટ પર સ્થાપિત કરી જૈન શાસનનું સર્વોત્કૃષ્ણ આચાર્ય પદ આપે, કેમકે એઓ તે પદને સર્વથા યેગ્ય છે અને અત્યંત કઠેર સંયમ પાળવામાં નિશ્ચલ છે.
અકબરના આ આગ્રહ અને વાચકજીની ગ્યતાને વિચાર કરી સૂરિજીએ એમને આચાર્ય પદ અર્પવાનું સ્વીકાર્યું. ત્યારબાદ સમ્રાટે મંત્રીશ્વર કર્મચન્દ્રને પૂછયું કે જેના શાસનમાં એવું વિશિષ્ટ મહત્ત્વનું પદ કયું છે? કે જે વડે સૂરિજીને અલંકૃત કરી શકાય ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે જૈન શાસનમાં સુપ્રસિદ્ધ અને અમારા ખરતરગચ્છમાં જે પહેલાંય શ્રીજિનદત્તસૂરિજીને દેવતાઓએ આપેલ હતું તે “યુગપ્રધાન પદ છે. આ સાંભળી સમ્રાટે ઉત્સુકતા પૂર્વક પૂછયું કે એ પદ દેવતાઓએ કેમ અને કઈ રીતે આપ્યું? એ અમને સમજાવે. મંત્રીશ્વરે શ્રીજિનદત્તસૂરિજીનું જીવન આધોપાત કહી સંભળાવ્યું, અને “યુગપ્રધાન પદ બાબતમાં વિષેશ સ્પષ્ટી કરણ કરતાં આ પ્રમાણે કહ્યું:
એક વાર નાગદેવ નામના શ્રાવકે એ વર્તમાન કાળના યુગપ્રધાન સશુરુની શોધ કરવા શ્રીગિરનારજી પર અષ્ટમ (ત્રણ ઉપવાસ) નું તપ કરીને અંબિકા દેવીની આરાધના કરી. દેવીએ પ્રકટ થઈ એના હાથ પર સ્વર્ણાક્ષરે વડે એક શ્લેક અંકિત ૪ કર્યો ને એ કલેક આ હતો. दासानुदासा इव सर्व देवा, यदीयपादाब्जवले लुठन्ति ।