________________
૯૪
પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂરિમહારાજે સમ્રાટની સાથે કાશ્મીરના પ્રવાસમાં વા માનસિંહજી શ્રીહર્ષવિશાલજી + આદિને મોકલ્યા અને સમ્રાટે નિદેશેલ સાવધ વ્યાપાર કે જે સાધ્વાચારથી વિરૂદ્ધ હોય એને. પરિશીલન કરવા મંત્ર તંત્રાદિમાં નિપુણ અને મેઘમાલી ગુરુને વિનયી શિષ્ય મહાત્મા પંચાનનને પણ સાથે મેકલ્યા.
મંત્રીશ્વરે સાધુઓ નિર્વઘ અન્ન-પાન આદિ મેળવી શકે, અને સાધુધર્મનું સુખપૂર્વક પાલન કરવામાં સુવિધા રહે, એ માટે પિતાની સાથે બીજા પણ ઘણા શ્રાવકને લીધાં હતાં. લાહોરથી કમશઃ કાશ્મીર તરફ પ્રયાણ કરતા હિતાસપુર પહોંચ્યા. સમ્રાટે પોતાના અંતઃપુરની રક્ષા કરવા માટે પિતાના પરમ વિશ્વસનીય મંત્રીશ્વર કર્મચંદ્રને અહીં રહેવાની આજ્ઞા કરી. આથી મંત્રીશ્વરને અહીં જ રહેવું પડયું x
સૈન્ય સહિત સમ્રાટ ક્રમશ: પ્રયાણ કરતા કરતા કાશ્મીર પહોંચ્યા. રસ્તામાં જ્યાં જ્યાં પડાવ નાંખતા હતા, ત્યાં ત્યાં વાચકજીની સાથે ધર્મગેષ્ઠિ કર્યા કરતા. એમના ઉપદેશથી સમ્રાટે કેટલાય સ્થળે તળાવોના જળચર જીવોની હિંસા બંધ
+કર્મચન્ટ મંત્રી વંશ પ્રબંધમાં એમનું નામ “ડુંગરજી લખ્યું છે, પરંતુ એ વૃત્તિમાં દીક્ષા નામ હર્ષાવિશાલ' હોવાથી અમે એજ લખ્યું છે.
तथेत्युक्त्वा सम मंत्री, शाहिनां चालयत्तराम् । मानसिंहान् निराबाध - संयमान् डुंगरान्वितान् ॥ ४०९ ।। शाहिनिर्दिष्टसावध व्यापारपरिशीलनात् ।। मुनिनां मा व्रताचार-विलोपो भवतादिति ॥ ४१० ॥ विभाव्य मंत्रतंत्रादि-निपुणं दत्तवान् समम् । पचानन महात्मानं, विनेयं मेघमालिनः ॥ ४११ ॥ x स्वयं तु शाहिवाक्येन, रोहितासपुरे स्थितः । अवरोधस्य रक्षाये, विश्वासास्पदमीशितुः ॥ ४१४ ॥