________________
८४
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કર્યા કરતા હતા કે-વેતામ્બરાદિ યતિ સાધુ મેં ઘણા જોયા છે, અનેક ધર્મના ગુરુઓને સત્સંગ મેં સે છે, પરંતુ આમના જે શાંત, ત્યાગી, વિદ્વાન અને નિરભિમાની મેં બીજે કઈ જ નહીં જોયો. એમના દર્શન અને સમાગમથી મારું જીવન સફલ થયું છે.
સૂરિજીને સમ્રાટ હંમેશાં “બડે ગુરૂ”ના નામથી સંબોધતા. એથી આપણા ચરિત્ર નાયક શ્રીજિનચન્દ્રસૂરિજી “બડે ગુરૂના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા. રાજા મહારાજા, સૂબેદાર, મુસાહિબ અને સમ્રાટને સારો પરિવાર એમનાં પરમ ભક્ત બની ગયા.
એક દિવસ સમ્રાટે સૂરિજી સાથે ધર્મચર્ચાઓ કરતાં કરતાં ભક્તિના ઉલ્લાસમાં આવી જઈ એક સો સુવર્ણ મુદ્રાઓ સૂરિજી સન્મુખ રાખી. તે સમયે સમ્રાટને સાધવાચારનું સ્વરૂપ દર્શાવતા સૂરિજી કહેવા લાગ્યા કે “સમ્રાટ ! આ દ્રવ્યને ગ્રહણ કરવું તો શું પણ એને સ્પર્શવું પણ સાધ્વાચારથી વિપરીત છે, કેમકે, દ્રવ્યથી મમત્વ આદિ અનેક દુર્ગુણોની ઉત્પત્તિ થાય છે, જૈન સાધુઓને તો એમના વસ્ત્ર, પાત્ર, અરે પિતાના શરીર પરનીય મૂર્છા-આસક્તિ–મેહ કરવો નષિદ્ધ છે, ત્યાજ્ય છે, વજર્ય છે. માતા, પિતા, કુટુંબ, પરિવાર અને ધન-દોલતને ત્યાગ કરવાથી જ જૈન દીક્ષા લઈ શકાય છે, અને એને આજીવનને માટે પાંચ કઠણ વ્રત લેવાં પડે છે, જેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) તમામ પ્રકારની હિંસા, મન વચન કે કાયાથી કરવા, - बृहद्गुरुतया पूज्या', ख्यातिमाप्ताः पुरेऽखिले। शाहिसम्मानता यस्मा-जना वृध्धानुगामिन; ॥ ९४ ॥
(કર્મચંદ્ર મંગ્નિ વંશ પ્રબંધ)