________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રષ્ટિ “તર છ૪ નિય, વિનર મુનિરાશા तासु पासइ ए विरति लेइ, श्राविका नयणा आय ॥४॥ संवत सोल त्रीसोत्तरइ, फागुण मालि विसाल । साधुवर्धन पसाउलइ, रची विरत संबंध रसाल ॥५॥ जिम शशि रवि 5 अछइ, धरणिधर सुप्रसिद्ध । तिम अघिचल होज्यो सही, एह घिरत सम्बन्ध ॥ ६॥
(અન્તિમપત્ર, શ્રી પૂજ્યજીના સંગ્રહમાં) સૂરિજીની પધરામણીથી બિકાનેરમાં બિંબપ્રતિષ્ઠા, વ્રતગ્રહણ આદિ ખૂબ ધર્મકાર્યો થવા લાગ્યા. લાભ જાણી સૂરિજી મહારાજે સં. ૧૬૩૧ તેમજ ૧૯૩૨ નાં માસાં બિકાનેરજ કર્યા. ત્યાંથી વિહાર કરી ફલેધી પધાર્યા. ત્યાંના શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય મંદિર પર દ્રષવશ તપગચ્છવાળાઓએ તાળાં લગાવી દીધાં. સૂરિ મહારાજ પ્રભુદર્શનાર્થે પધાર્યા, કિન્તુ મંદિર પર તાળાં લાગેલ જોઈ એમણે હાથનો સ્પર્શ કર્યો ત્યારે તેમના પ્રભાવબળ વડે વગર ચાવીએ તાળાં ખુલી જઈ નીચે પડયાંક | તીર્થદર્શન કરી સૂરિજી ત્યાંથી વિહાર કરતા કરતા જેસલમેર પધાર્યા. સં. ૧૯૩૩ નો ચાતુર્માસ ત્યાં કર્યો. માહ શુદિ ૫ ના રોજ શ્રાવિકા વિંઝુએ સૂરિજી પાસે બાર વત લીધાં, જેનું વર્ણન બિકાનેર જ્ઞાન ભંડાર (મહિમા ભકિત વિભાગ પિથી નં. ૬૩) માં ગા. ૫૫ ના રાસમાં છે –
* જુઓ ક્ષમાકલ્યાણજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલી અને વિહારપત્ર આદિ, એક પ્રાચીન પાવલીમાં લખ્યું છે કે “વીતરાગ દેશनउ तालउ विणकूची हाथ उपरि मूकी उखेल्यउ'
(બિકાનેર જ્ઞાનભંડાર, પટ્ટાવલી પત્ર, ૭)