________________
પર
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ સં. ૧૬૨૨ નું ચોમાસું જેસલમેર કરી સૂરિજી બિકાનેર પધાર્યા. સંવત્ ૧૬૨૩ નું ચોમાસું અહીં કર્યું. ખેતાસર ગામના રહીશ ચોપડા ગોત્રીય સા. ચાંપસીની પત્નિ ચાંપલ દેવીના પુત્રરત્ન માનસિંહને માગસર વદી ૫ ના રોજ દીક્ષા આપી, એમનું દીક્ષાનામ “મહિમરાજ” + રાખ્યું.
ત્યાંથી વિહાર કરી “નાડેલાઈ” પધાર્યા, સં. ૧૬૨૪ને ચાતુર્માસ ત્યાંજ થયા. વિહાર પત્ર નં. ૨ માં લખ્યું છે કે “રૂ# નવ મા તો કુલ ૨૦ નિવયં” એનું સ્પષ્ટીકરણ એક બિકાનેર જ્ઞાનભંડારની પટ્ટાવલીમાં કરેલ છેમેગલ સેના આ શહેરથી તદન સમીપ આવી પહોંચી હતી. લૂંટફાટ અને મારકૂટના ભયથી આકુળ વ્યાકુળ બનેલી પ્રજા ચારે તરફ નાસવા લાગી. સંઘે મળી સૂરિ મહારાજને પણ વાત કરી, પરંતુ મહાપુરૂ સ્વયં નિર્ભય તેમજ બીજાને માટે પણ અભયકારક હોય છે. આખું શહેર ખાલી થઈ ગયું, પરંતુ સૂરિ મહારાજ સામાન્ય જનતાની માફક વ્યાકુળ ન બનતાં ઉપાશ્રયમાંજ નિશ્ચલ ધ્યાન લગાવી બેઠા. એમના ધ્યાન
= ઉપાધ્યાય શ્રાક્ષના કલ્યાણજી ગણિ કૃત ખરતરગચ્છ પદાવલીમાં માનસિંહજીની માતાનું નામ “ચતુરંગ દે” લખેલ છે, પરંતુ ઉપાધ્યાય શિશિવનિધાન અને લબ્ધિકોલ આદિ કૃત પ્રાચીન ગદ્દલિયો તેમજ શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની તત્કાલીન લખેલ “ખરતરગચ્છ પાવલી”માં માતાનું નામ ચાંપલદેવી લખેલ છે. પ્રાચીન હોવાને કારણે એજ વધુ ઠીક લાગે છે.
+ આ મહિમ રાજઇ (શ્રીજિનસિંહસૂરિજી) ભારે પ્રભાવક તેમજ નિર્મળ ચાર જવાનું પ્રકાંડ પંડિત થયા, સમ્રાટ અકબરે એમના મણાથી. મુધ બની સૂરિજી પાસે એમને “આચાર્યપદ અપાવેલું એમના વિશેની વિશેષ માહિતી યથાસ્થાન આગળ પ્રકમાં લખવામાં આવશે.