________________
૪
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ
27
સદાઉ હુવઇ તે “ મિચ્છામિ દુકકમ્ ” દે। । છ : ।। ” × વિજ્યજ્ઞાનસૂરિજીના પટ્ટધર શ્રીહીરવિજયસૂરિજીએ પણ ધર્મસાગરના ઉત્સૂત્રને નિરાકરણ કરવા માટે ૧૨ ખેલ કાઢયા હતા, જેમાંના દસમા ખેલ આ પ્રમાણે છેઃ—
“ તથા શ્રીવિજયદાનસૂરિ બહુજન સમક્ષ જલશરણુ જે કીધું ઉત્સૂત્ર-ક’દ–કુદ્દાલ ગ્રંથ તેહ માંહિલું જે અસ'મત અ બીજા કોઈ ગ્રંથ માંહિ આણ્યક હુઈ, તઉ તે તિહાં અર્થ અપ્રમાણ જાણિવ ।”
અને શ્રીવિજયસેનસૂરિએ પણ ૧૦ ખેલ પ્રકટ કર્યાં હતા, જે “જૈન યુગ”માં છપાઈ ગયા છે.
આમ પાટણમાં ધર્મ સાગરને પરાસ્ત કરી શ્રી જિનચન્દ્રસૂરિજીએ ખરતરગચ્છની મહાન સેવા કરી. આજ ચાતુર્માસમાં એમણે “પૌષધ-વિધિ પ્રકરણ” પર એક વિશિષ્ટવૃત્તિ રચી, જે વડે એમની પ્રકાંડ-વિદ્વત્તાના ઠીક ઠીક પરિચય મળી રહે છે ઉકત ગ્રંથને આદિ મોંગલ પદ્ય અને પ્રશસ્તિના આવશ્યક અંશ આ પ્રમાણે છે :~~
1
આદિ :--રોમક્ષ્યમુક્ષિતમાવક્ષ,
जाग्रत् प्रभावविदितं कनकावदातम् ।
× ધર્મ સાગરના અપ્રમાણિક ગ્રંથોના આશ્રય લઇ આજે પણ કેટલાક કદાગ્રહીઓ ગોમાં પરસ્પર વૈમનસ્યની વૃદ્ધિ કરી રહ્યાં છે, એ એક ભારે દુ:ખની વાત છે. એ સમયના પ્રભાવક તપાગચ્છીય આચાય શ્રીવિજયદાનસુરિ, શ્રીહીરવિજયસૂરિ અને શ્રીવિજયસેનસુરિ આદિએ જે ગ્રથાને સર્વથા અસહૃહનીય, અમાન્ય, અપ્રમાણિક સાબિત કર્યા હતા, અને જેને સ્વયં ધર્મ સાગરે સ્વીકૃત કરી મિચ્છામિ દુક્કડમ્’' દીધેલ, આજે એમનીજ પર ંપરા વાલા એ ગ્રન્થાને ઉપાદેય સમજી પ્રકટ કરી ફ્લેશ ફેલાવવાનું કલંક કેમ વહેારતા હશે!!!
66